હળવદ આપ દ્વારા સુરત હત્યાકાંડના આરોપીને આકરી સજા કરવાની માંગ સાથે મામલતદારને અપાયું આવેદનપત્ર

કામરેજમા થયેલ હત્યાકાંડમાં આરોપીને કડકમા કડક સજા થાય તે માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમા ચલાવવા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા બાબતે આમ આદમી પાર્ટી હળવદ દ્વારા આજે હળવદ મામલતદાર મારફતે મુખ્યમંત્રી આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. 

આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવ્યા અનુસાર સુરતની ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યાને પગલે રાજ્યભરમાં આક્રોશ છવાયો છે. નિર્દોષ યુવતીને હત્યારાએ જાહેરમાં રહેંસી નાખતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અનેક સવાલો ઉઠયા છે ત્યારે તમામ શહેરોમાં જાહેર સ્થળોએ સઘન પોલીસ બંદોબસ્ત ગૉઠવી આવારા તત્વો સામે કડક પગલાં લેવા જોઇએ જેથી હત્યાની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ઉપરાંત આ હત્યાકાંડમાં સંડોવાયેલ આરોપીને કડક સજા કરવા માંગ કરાઈ છે. આ તકે આમ આદમી પાર્ટી હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, મોરબી જિલ્લા મહિલા પ્રમુખ રોશનીબેન પટેલ ,બાબુભાઈ મકવાણા,અનિલભાઈ પાડલીયા, કીનલબેન પટેલ,હળવદ શહેર પ્રમુખ કિરીટભાઈ પટેલ ,સહિત ના કાર્યકર્તાઓ હાજર રહિયા હતા. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: