મોરબીમાં સૌ પ્રથમ વખત જાહેરમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા “આઈ લવ ભારત માતા “ભારતીય સંસ્કૃતિ સાથે રાષ્ટ્ર ચિંતન કાર્યક્રમ ૧૪ ફેબ્રુઆરીએ યોજાશે
ભારતની પરંપરા અને ભારત પ્રેમી માટે રાષ્ટ્રીય ભક્તિ સાથે ભારતની સંસ્કૃતિ પરંપરા અનુસાર “આઈ લવ ભારતમાતા” નો કાર્યક્રમ મોરબી ખાતે સૌપ્રથમ વખત સનાળા રોડ સરદાર બાગ નજીક જાહેરમાં રાખવામાં આવ્યો છે જે કાર્યક્રમ મોરબી ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા યોજવામાં આવેલ છે ભારતીયોની પરંપરા અનુસાર ભારતીય સંસ્કૃતિ સાથે ભારત માતાના ભક્તોને આ કાર્યક્રમ માં પધારી ભારત માતાનું પૂજન કરવાં જાહેર આમંત્રણ છે કાર્યક્રમ અંતર્ગત ભારતીય રાષ્ટ્રગીત તેમજ દેશભક્તિ ના ગીતોસાથે આઈ લવ ભારત કાર્યક્રમ મોરબી ખાતે લાયન્સ કલબ દ્વારા ૧૪ ફેબ્રુઆરીના રોજ યોજાશે જેમાં સમગ્ર મોરબીના લોકોએ પૂજન કરવા હાજરી આપવા વિનંતી મોરબી ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે તેમ એક અખબારી યાદીમાં લાયન્સ ક્લબ મોરબી પ્રમુખ ભાવેશભાઈ દોશીએ જણાવ્યું છે