મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું સફળ આયોજન

જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન ગત તા:૦૯/૦૨/૨૦૨૨ ના રોજ મોહંમદી લોકશાળા- ચંદ્રપુર ખાતે D.Y.D.O  શ્રીમતી હિરલબેન વ્યાસ, મોરબી જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી પ્રવીણાબેન પાંડાવદરા તથા P.Y.D.O. શ્રી નાકિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી.એ.એચ.શિરેસિયા સાહેબ (પ્રાંત અધિકારીશ્રી વાંકાનેર) એ દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભ ની શરૂઆત કરાવી હતી. મુખ્ય મહેમાનશ્રી શકીલ અહેમદ પીરઝાદા (ચેરમેનશ્રી A.P.M.C.વાંકાનેર), અશ્વિન ભાઈ મેઘાણી (વાઈસ ચેરમેનશ્રી A.P.M.C.વાંકાનેર) તથા શાળાના આચાર્યશ્રી માથાકિયા સાહેબ હાજર રહ્યા હતા. આ કલા મહાકુંભમાં ૬ થી ૬૦ વર્ષ સુધીના આશરે ૬૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ વિવિધ સ્પર્ધામા પોતાની આગવી કલા અને પ્રતિભાના ઓજસ પાથર્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પટોડી સાહેબની આગેવાનીમાં સૈયદ ફરહતઅલી, જુનેદ વડાવીયા, તૈમુદ્દીન શેરસિયા, સોયેબઅલી શેરસિયા, જેઠાલાલ વાનાણી, જીતેન્દ્ર ગોસ્વામી, નવીનચંદ્ર સોલંકી, મયુર પરમાર એ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ ઉદ્દઘોષક તરીકે મોહસીન મારવીયાએ સેવા આપેલ જે તસ્વીરમાં નજરે પડે છે. રિપોર્ટ:આરીફ દિવાન મોરબી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: