માળીયામિંયાણા શહેરને જોડતો નેશનલ હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં વાહન ચાલકોને પારાવાર હાલાકી

તા.૧૦ ફ્રેબુઆરી ૨૦૨૨ માળીયામિંયાણાના સામાજિક અને જાગૃત નાગરીકોએ અનેક વખત રજુઆતો કરીને આંદોલનનુ રણશિંગુ ફુંક્યુ છતાય પરીણામ શુન્ય તંત્ર દ્વારા અતિ પછાત માળીયાને અન્યાય થતો હોવાની રાવ ઉઠી

માળીયામિંયાણા શહેરને જોડતા નેશનલ હાઈવેની અતિ બિસ્માર હાલતથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માળીયા કચ્છ સ્ટેટ હાઈવેથી વાયા માળીયા થઈને જામનગર તરફ પસાર થતા નેશનલ હાઈવેની બદતર ઉબડ ખાબડ જેવી અત્યંત બિસ્માર હાલતથી સ્થાનીક લોકો અને નાના મોટા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી હાલાકી ભોગવી રહ્યા છે આ નેશનલ હાઈવેની એટલી હદે ખરાબ હાલત થઈ ગઈ છે કે માળીયા સિવિલ હોસ્પિટલમાં જતા દર્દીઓ કંપી ઉઠે છે કેમ કે એક તો દર્દીની હાલત ખરાબ હોય ઊપર જતા ભંગાર રોડનુ દર્દ સહન કરવુ પડતુ હોય દર્દીને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાય છે 

જેથી આ અંગે અવાર નવાર માળીયાના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર દ્વારા ભરનિંદ્રામાં ઉંઘતા તંત્રના જેતે જવાબદાર અધિકારીઓને જગાડવા અનેક વખત રજુઆતો કરી રોડને યોગ્ય રિપેરીંગ કરવા અથવા  નવીનીકરણ કરવા તંત્રને જાણ કરી છતાય જવાબદાર અધિકારીઓના બહેરા કાને આજદીન સુધી રજુઆતો અથડાઈ ન હોય તેમ હાઈવેની હાલત જૈસે થૈ હોય રજુઆતોનુ પરીણામ શુન્ય સાબિત થતા સ્થાનીક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે માળીયા તાલુકા મથક હોય અહી પોલીસ સ્ટેશન કોર્ટ બેંક મામલતદાર કચેરી જેવી મહત્વની કચેરીઓ આવેલી હોય કામ અર્થે આવતા ૫૦થી વધુ ગામના લોકોને ભંગાર રોડથી ભારે મુશ્કેલી પડી રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે માળીયા આર્થિક રીતે અતિ પછાત હોવાથી તંત્રને જાણે સુગ હોય તેમ શહેરને જોડતા હાઈવેની રજુઆતોમાં રસ ન હોય તેમ મોરબી જિલ્લામાં પેધી ગયેલા ભ્રષ્ટ સરકારી બાબુઓ  રજુઆતો ઘોળીને પી જાય છે જેથી આઝાદી બાદ પણ માળીયા સાથે ઓરમાયુ વર્તન કરતા હોય તેમ અનેક પ્રશ્નોથી વંચિત શહેરને અન્યાય સિવાય કાંઈ ન મળ્યા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે ૫૦થી વધુ ગામનો સંપર્ક ધરાવતો તાલુકો હોવા છતાં લાંબા રૂટની બસો માટે બસ સ્ટેન્ડ સહીતની સુવિધાઓથી ઝંખી રહ્યા છે આઝાદી બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત તાલુકાનો કોઈ પ્રકારનો વિકાસ ન થયો હોય તેમ શહેરને ગામ જેવું બનાવી દીધુ છે 

આજે માળીયામાંથી પસાર થતા વેપારીઓની દુકાન હોય કે પાથરણા પાથરી વેપાર કરતા લોકોને ધુળની ડમરીઓ સિવાય કશુ મળ્યુ નથી જેથી વારંવાર ત્રણથી ચાર કીલોમીટર રોડના રિપેરીંગ કે નવીનીકરણ માટે રજુઆતો કરતા જાગૃત નાગરિક અને સ્થાનીક લોકોની માંગને ઘોળીને પી જતા જેતે જવાબદાર અધિકારીઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ભુતકાળમાં રોડની રજુઆતોને લઈને રોડ ચક્કાજામ સહીતની ચીમકી મળી ચુકી છે જેથી વહેલી તકે તંત્ર દ્વારા આ રોડને મઢે તેવી ફરી માંગ ઉઠી છે – રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર

Leave a Reply

Your email address will not be published.

error: