મોરબી ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પક્ષી ને ચણ પાણી માટેનું લોખંડનું સ્ટેન્ડ માત્ર રૂપિયા ૫૦ માં વિતરણ કરાશે

“સખી દાતાના સહયોગથી રૂપિયા બસ સ્ટેન્ડ માત્ર રૂપિયા ૫૦ માં રવિવારે સવારે ૯ વાગે સરદાર બાદ સામે ઓમ શાંતિ વિદ્યાલય પાસે વિતરણ કરાશે”
મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા આવનાર ઉનાળાના સમય ને ધ્યાને રાખી પક્ષીઓ માટે વિવિધ વિસ્તારોમાં લોખંડના સ્ટેન્ડ પક્ષી પ્રેમી માટે રૂપિયા ૨૦૦ નુ લોખંડનું સ્ટેન્ડ સખી દાતાના સહયોગથી માત્ર રૂપિયા ૫૦ માં વિતરણ કરવાનું ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ૩૦/૧/૨૦૨૨ ના રોજ રવિવારે સરદાર બાગ સામે ઓમ શાંતિ વિદ્યાલય પાસે મોરબી ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પક્ષી પ્રેમીઓ માટે પક્ષીઓના ચણ પાણી નું લોખંડ નું સ્ટેન્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે ની મૂળ કિંમત રૂપિયા ૨૦૦ છે તેવા લોખંડ ના સ્ટેન્ડ માત્ર રૂપિયા માં ૫૦ માં સંસ્થા દ્વારા વિતરણ કરવાનું આયોજન સખી દાતાના સહયોગથી કરવામાં આવ્યું છે એવું ભાવેશભાઈ દોશી ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી પ્રમુખની યાદીમાં જણાવ્યું છે