માળીયા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ એડવોકેટ એન્ડ પત્રકાર રજાક બુખારીને જન્મદિવસે સોશીયલ મીડિયામાં શુભેચ્છાનો વરસાદ વરસ્યો

મોરબી તા .૨૭ જાન્યુઆરી ૨૦૨૨ અરબાઝ બુખારી- ગોપાલ ઠાકોર

મોરબી માળીયાના બાહોશ પત્રકાર અને યુવા ધારાશાસ્ત્રી રજાક બુખારીનો આજે જન્મદિવસ માળીયા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ એડવોકેટ એન્ડ પત્રકાર રજાક બુખારીને જન્મદિવસે સોશીયલ મીડિયામાં શુભેચ્છાનો વરસાદ વરસ્યો મોરબી માળીયાના જાણીતા નીડર અને બાહોશ પત્રકાર એન્ડ એડવોકેટ તેમજ માળીયા તાલુકાના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ રજાક બુખારીનો આજે જન્મદિવસ છે તેઓ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી સફળતાના શિખરો ચુમી મુસ્લિમ સમાજ સહીત જિલ્લાભરમાં સારી એવી નામના ધરાવે છે તેઓ પત્રકાર જગતમાં સારી એવી નામના ધરાવતા હોય બહોળા મિત્ર સર્કલ સાથે મોરબી બાર એસોસિએશન યુવા ધારાશાસ્ત્રી તરીકે પણ ફરજ બજાવતા રજાક બુખારી માળીયા તાલુકાના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ તરીકે ફરજ બજાવી નાની ઉંમરે મોટુ નામ બનાવી લોકોના દિલોદિમાગમાં છવાયેલા રહે છે 

તેઓ હંમેશા નિખાલસ શુશીલ સ્વભાવના હોય લોકો સાથે હળીમળી એકતા ભાઈચારા સાથે નીડરતા ઈમાનદારી નિષ્ઠાથી સારી એવી ફરજ બજાવી પત્રકારત્વ ક્ષેત્રમાં નીડર બની ફરજ બજાવી રહ્યા છે ત્યારે આજે તેમના જન્મદિવસની સહપરિવાર સાથે સાદાઇથી ઉજવણી કરી દિકરી અંજુમન આફતાબ બુખારી અરબાજ બુખારી સહીત નાના ભાઈ સરપંચશ્રી મહંમદ બુખારી બાપુએ તહેદીલથી શુભકામના પાઠવી લાંબી ઉમ્રની દુઆ કરી હતી તેમજ તેઓ એડવોકેટની સાથે પત્રકાર જગતમાં બહોળુ મિત્ર સર્કલ ધરાવતા હોય ગોપાલ ઠાકોર સહીતના મિત્રોએ શુભેચ્છા પાઠવી સોશિયલ મીડિયામાં નામીઅનામી મિત્રો હિતેચ્છુ દ્વારા શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published.

error: