હળવદ સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ નિમિત્તે ત્રિરાત્રીય સત્સંગ સમારોહ નું ભવ્ય આયોજન

પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યુનિક હોસ્પિટલ હળવદ ના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ અને મેગા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન

શહેરના મધ્યમાં આવેલું ૧૭૫ વર્ષ જૂનુ ટાવર વાળું હળવદ શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિરના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ત્રિરાત્રીય સત્સંગ સમારોહ નું ભવ્ય આયોજન તારીખ ૬,૭,૮, માર્ચ રવિ સોમ મંગળ આયોજન કરવામાં આવ્યું છે. ખાતે વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદ શહેર ને આંગણે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા આપણા સહુના પરિવારમાં ઉજાગર રહે… સાથોસાથ સર્વ ધર્મ સમન્વયની ઉદાત્ત ભાવનાઓ આપણી નવી પેઢીમાં ઉજાગર બની રહે.. એવી લાગણી સાથે….ત્રીરાત્રીય સત્સંગ સમારોહ …પ. પૂ. સદ્ ગુરુ શાસ્ત્રી શ્રી ભક્તિનંદન સ્વામીનામાર્ગદર્શન પ્રમાણે હળવદ શહેર ને આંગણે ભવ્યાતિભવ્ય આયોજન ૬,૭,૮ માર્ચ કરવામાં આવેલ છે. ત્રણ દિવસીય સત્સંગ મહોત્સવ માં પ્રસિધ્ધ કથાકાર શ્રીજી સ્વામી ભાગવત ભૂષણ, પ્રેરક ભક્તિનંદન દાસજી સ્વામી હળવદ જૂનું પ્રસાદી મંદિર હળવદ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજ હળવદ શહેર તેમજ હળવદ વિસ્તાર શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનું વાળું હળવદ કરશે. કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પધારેલા તે પ્રસાદી ની તળાવ ની પાળ હળવદ ખાતે યોજાશે. સાથે યુનિક હોસ્પિટલ હળવદ ના સહયોગથી ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના રોગોની સારવાર તજજ્ઞ ડો ટીમો દ્વારા આપવામાં આવશે તેમજ સાથે સાથે મેગા મહારક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ મહોત્સવમાં હળવદની ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે – રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: