શિક્ષણ ના શબ્દો ના સુર  સંસ્કારના સિંચન સાથે સાથે ૧૦૮ નું વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન ની શિબિર યોજાઈ

ગત તા.૧૯/૦૨/૨૦૨૨ ના રોજ પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને શિક્ષણ અંતર્ગત શબ્દ નું સિંચન સાથે પરિવારિક સંસ્કાર ભારતીય સંસ્કૃતિ સહિત બાળકો માં આપત્તિ સમયે શું કરવું કે શું ના કરવું તેનું માર્ગ દર્શન મળી રહે તે હેતુથી રોજ અમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન મેનેજમેંટ અંતર્ગત એક મોકડ્રીલ રાખવામા આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષક શ્રી અંકિતભાઈ ગોંડલીયા દ્વારા ભૂકંપ, હુલ્લડ, આગ, પૂર, વાવાઝોડું, અકસ્માત જેવી આપત્તિ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેની સમજ અને આગ માટેનું લાઈવ ડેમોસ્ટ્રેશન રાખવામા આવ્યું હતું.

તેમજ ૧૦૮ જેવી રાજ્ય સરકારની સુવિધાની શાળાના બાળકોને માહિતી મળે તે હેતુ થી શાળામાં ૧૦૮ ની એમ્બુલન્સ બોલાવી બાળકોને પ્રત્યક્ષ અનુભવ કરાવી બાળકોને ૧૦૮ સેવાના જુદા જુદા કાર્યોની સમજ મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ પ્રત્યક્ષ અનુભવ મેળવી ભવિષ્યમાં આવનાર આપત્તિનો સામનો કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા નિહાળી હતી. જે તસ્વીર માં નજરે પડે છે – રિપોર્ટ:આરીફ દિવાન મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: