હળવદ પીજીવીસીએલ કચેરીના સ્ટોર રૂમમાંથી સીલ કરેલા વીજ મીટરની ચોરી

હળવદની પીજીવીસીએલ કચેરીમાંથી બે શખ્સ વિજમીટર ચોરી ગયા, વીજ ચોરી માં ઝડપાયેલુ વીજ મીટર ચોરાયું.બોલો લ્યો !ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ હળવદ પી.જી.વી.સી.એલ. કચેરીના સ્ટોર રૂમને નિશાન બનાવી બે અજાણ્યા શખ્સોએ સીલ કરેલ વીજ બિલના કોથળાની ચોરી કરી લઈ જતા અધીકારી એ હળવદ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.

હળવદ પી.જી.વી.સી.એલ. કચેરીમાં નાયબ ઇજનેર ગ્રામ્ય પેટા વિભાગની ઓફીસની બાજુમાં આવેલ સ્ટોર રૂમમાં રાખવામાં આવેલું મીટર જે મીટર હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે રેતીના વોશ પ્લાન્ટમાં શંકાસ્પદ જણાતા ગત તા.૧૦ના રોજ વીજ મીટર ઉતારી લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માં માટે હળવદ ઓફીસ ખાતે લાવવામાં આવતા આ ઘાલમેલ વાળું મીટર અજાણ્યા બે તસ્કરો વીજ કચેરીમાંથી ચોરી જતા ચોરી ઉપર સે સીના જોરી જેવા બનાવમાં બનતા વીજતંત્ર દ્વારા સીસીટીવી ફુટેજના આધાર પુરાવા સાથે હળવદ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. સ્ટોર રૂમમાંથી બે અજાણ્યા ઇસમો વીજ મીટર સીલ કરેલ સીલ વાળો કોથળા સાથે કી.રૂ. ૩,૫૦૦ ની મતાનું ચોરી કરી લઇ ગયા હતા,ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી તપાસતા બે શખ્સો નજરે પડતા હતા. આ અંગે ગ્રામ્ય પીજીવીસીએલ ના ઈજનેર રાકેશભાઇ બી પટેલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બોક્ષ પીજીવીસીએલ કચેરીમાં ચોકીદાર હોય છે તો આ ચોરી થઇ ત્યારે ચોકીદાર ક્યાં હતા ?તેવો પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે ઘર ફૂટે ઘર જાય આ ચોરીમાં ઓફિસના કોઈ જાણભેદુ સામેલ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. રીપોર્ટ – મયુર રાવલ હળવદ