બાઈકચાલક વેઝલપરથી શિરોઈ  લગ્ન પ્રસંગે જતા નડીયો અકસ્માત

બાઈકચાલક વેઝલપરથી શિરોઈ  લગ્ન પ્રસંગે જતા નડીયો અકસ્માત હળવદ પંથકમાં  દીન પ્રતિદીન અકસ્માત ના બનાવો સતત વધતા રહે  છે ત્યારે વધુ એક અકસ્માત નો બનાવ હળવદ  તાલુકાના શિરોઈ ગામના પાટીયા પાસે બનવા પામ્યો છે. જેમાં માળીયા ના વેજલપર ગામ નો‌ યુવાન બાઇક લઈને  સાળા  ના પુત્ર ના લગ્નપ્રસંગે જવા નીકળેલ જયંતિ ભાઈ ભીખાભાઇ ગણેશિયા ને હળવદ તાલુકાના શિરોઈ ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા આઈશર ચાલકે હડફેટે લેતા જયંતિ ભાઈ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી,

અકસ્માત થતા આજુ બાજુ ના ગ્રામજનો એકઠા થઇ જતા તાત્કાલિક ૧૦૮ ને ફોન કરતા યુવાન ને  હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા . જ્યાં ફરજ પરના ડો.કૌશલ પટેલ એ સારવાર આપી  વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: