હળવદ માં છેલ્લા બેવષૅ થી સુમાસાન બનેલા પ્લે હાઉસ આંગણવાડી ‌બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા

છેલ્લા બે વર્ષ જેવા લાંબા સમયથી આંગણવાડી, પ્લે-હાઉસ ભૂલકા વિના સુમસામ હતા તે ગુરુ વારથી  બાળકોનાં  કલરવ થી ગુંજી ઉઠ્યા હતા, વહેલી સવારમાં જ બાળકો કલરફુલ કપડામાં સજ્જ થઈ ને પ્લે-હાઉસ આવી પહોંચ્યા હતા, પ્રિ-સ્કૂલ શરૂ થતાં વાલીઓમાં પણ ખુશી જોવા મળી હતી.

છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ વિના મૃત હાલતમાં બનેલી પ્રિ.શાળાઓમાં ગુરુવાર થી પ્રાણ પૂરાયા છે, રાજ્ય સરકાર દ્વારા કોવીડ ગાઈડલાઈન્સને ધ્યાને લઇ પ્રિ.પ્રાઇમરી શાળા, પ્લે હાઉસ શરૂ કરવા માટેની મજૂરી આપવામાં આવી છે, જેને લઇને શાળાના પટાંગણ બાળકોના કલરવથી ગુંજી ઉઠયા હતા. કોરોનાનાં કાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી શાળાઓ બંધ હતી. જેમાં વર્ગો શરૂ કરવામાં આવ્યા ન હતા, જોકે ઓનલાઇન શિક્ષણ શરૂ હતું. પરંતુ તેની ઘણી મર્યાદા હતી અને નાના બાળકો માટે એ ખૂબ મુશ્કેલ હતું, ત્યારે હવે સૌ કોઈએ સરકારનાં આ નિર્ણયને વધાવ્યો હતો. શાળા સંચાલકોએ, વાલીઓએ પ્લે હાઉસ શરૂ કરવાની મંજૂરીને લઈને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાએથી ઓનલાઇન શિક્ષણમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. પરંતુ હવે બાળકો શાળાએ આવી અભ્યાસ કરશે. જેને લઇ ખુશી જોવા મળી રહી છે. જ્યારે શિક્ષકો પણ શાળામાં ભૂલકાઓ આવતા હોવાથી રાજી રાજી થયા હતા.

હળવદ તાલુકાની ૧૩૫  જેટલી આંગણવાડીઓ અને પ્રિ.સ્કૂલ માં આજથી ભૂલકાઓનું શિક્ષણકાર્ય શરૂ થયું છે. સરકારની ગાઈડ લાઇન મુજબ આજથી પ્રિ.સ્કૂલ શરૂ કરવામાં આવી છે, જેમા સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન સાથે શરુ કરાઈ છે, તેમજ તમામ વાલીઓનાં સમતિપત્રો પણ લેવામાં આવ્યા છે. જો કે કોરોના કાળમાં પ્રિ.સ્કૂલ બંધ રહેવાનાં  કારણે મોટાભાગની ખાનગી પ્લે હાઉસ, પ્રિ.સ્કૂલ બંધ થઈ ગઈ હતી હવે તેમાં પ્રાણ પુરાયા છે. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: