હળવદ: આકાશ માં ઉપરથી લોખંડની ઈગલ લટકતું હેલિકોપ્ટર નિકળતા લોકોમાં કુતૂહલ


હળવદમાં જીઓલોજી સર્વે માટે હેલીકૉપટરની ઉડાનથી લોકોમાં કુતુહલ,લોખંડના એંગલ સહિતની સામગ્રી સાથે નીચી ઉડાન ભરી સર્વે ની કામગીરી હેલિકોપ્ટર ખાસ ઇકવિપમેન્ટ સાથે ભૂગર્ભ જળ માપવા નીકળ્યું હોવાનું જાણવા મળ્યું

હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં આકાશમાં ઉપર થી લોખંડના એંગલ સાથે હેલિકોપ્ટર પસાર થતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. જો કે આ હેલિકોપ્ટરમાં લોખંડનું એંગલ ભૂમિજળની ઊંડાઈ માપવા માટે લઇ જવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

 હળવદ સાથે સાથે મોરબી , દેવભૂમિ દ્વારકા સહિતના પંથકમાં લોખંડના એંગલ સાથે હેલિકોપ્ટર પસાર થતું જોવા મળ્યું હતું. જેમાં હેલિકોપ્ટરની નીચેના ભાગમાં લોખંડનું એંગલ લટકાતું હોવાથી જોનારાઓમાં ભારે કૌતુક સર્જાયું હતું. લોકોએ ફોટા અને વિડિઓ ક્લિક કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જો કે આ હેલિકોપ્ટર કેન્દ્ર સરકારના જિયોલોજિકલ સર્વે વિભાગની ભૂગર્ભ જળની ઊંડાઈ માપણીની કામગીરી માટે નિકળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.તયારે હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે હેલીકોપ્ટર એંગ્લ  સાથે ખેડુતોઓ અને વેપારીઓ માં કૌતુક સર્જાયું હતું.રીપોર્ટ – મયુર રાવલ હળવદ

મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: