હળવદ ના નવનિયુક્ત ચીફ ઓફીસર એ સાયકલ સવારી કરીને ચાર્જ સંભાળ્યો

લોકોમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા સાઈકલ ચલાવીને  લોકો ને  સંદેશ આપ્યો હળવદ બસ સ્ટેશન થી સાઇકલ દ્વારા હળવદ નગરપાલિકા સુધી ચીફ ઓફિસર સાથે આવેલા તમામ નાના ભૂલકાઓને સ્વચ્છતા અંગે હળવદ પાલિકા કચેરી ખાતે માર્ગદર્શન આપીને ચોકલેટ ખવડાવી હતી.

હળવદ નગરપાલિકાના નવનિયુકત ચીફ ઓફિસર પાંચા ભાઈ માળી દ્વારા આગામી દિવસો ના આયોજન ને લઈને જણાવ્યું હતું કે હળવદની સ્વચ્છતા અને લોકોની મૂળભૂત જરૂરિયાત જેવી કે પાણી લાઇટ રોડ રસ્તા નું તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવશે અને લોકોના પ્રશ્નો સાંભળવા માટે આગામી દિવસોમાં ખુદ ચીફ ઓફિસર દરેક વોર્ડ માં ઘર ઘર સુધી જશે તેવું જણાવ્યું હતું ચાર્જ સંભાળતાની સાથે જ હળવદ નગરપાલિકા કંપાઊન્ડમાં સ્વચ્છ કરવા સેનેટરી ઇન્સ્પેક્ટર આદેશ આપ્યો હતો અને તમામ વિભાગના કર્મચારીઓને સીરીયલ નંબર આપીને ગમે ત્યારે ગમે તે લોકો ગમે તે વિભાગના કર્મચારી નો કોન્ટેક્ટ કરી શકશે તથા હળવદ શહેરમાં સૌપ્રથમ સ્વચ્છતા અભિયાનને અગ્રીમતા આપવામાં આવશે અને સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાન ઉપરાંત હળવદમાં આગામી દિવસમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે – રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: