મોરબી ની જેન્યુન સંસ્થાના પ્રમુખ આરિફ ભાઇ બ્લોચ નો ટૂંકો પરિચય મોટો પ્રકાશ

મોરબી શહેર-જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા અને અન્ય નામી-અનામી સંસ્થા સાથે જોડાયેલા કોમી એકતાના પ્રતીક કાર્યમાં તત્પર રહેનાર એવા મિત્ર સ્વભાવના આરીફ ભાઈ બલોચ જેઓએ ૨૦૧૨થી રોજીરોટી અંતર્ગત મોરબીને કર્મભૂમિ બનાવ્યું છે અને કિસાન મંચ ક્રાઈમ કરપ્શન પોલીસ સમન્વય વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે ભૂતકાળમાં જોડાઇ ચૂક્યા છે ૨૦૧૭ પોતે સેવાકીય પ્રવૃતિ જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા નામે સર્વે સમાજને લાભ અવનવા પ્રયાસો અંતર્ગત સંસ્થાની રચના કરી છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંતર્ગત માર્ગદર્શન આપવા તેમજ રેશનકાર્ડ ચૂંટણીકાર્ડ આધારકાર્ડ વિવિધ સરકારી કચેરીઓ ના ફોર્મ વિના મુલ્યે કરાવી આપવા જેવી કામગીરી કરી છે અને કરતા રહ્યા છે તેઓ ગુજરાતના ભડીયાદ ખાતે ઓલિયા હઝરત મહેમુદશા બુખારી દાદાના દિવાના છે તેની દવાઓ સાથે તેઓએ ટૂંકા ગાળામાં મોટી પ્રગતિ પ્રાપ્ત કરી હોય તેમ આજે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં તેના સેવાકાર્ય થી જાણીતા બન્યા છે આવનાર સમયમાં સંસ્થાના સભ્યો સાથે સખી દાતાઓના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ કેમ્પ સહિત સમૂહ લગ્ન નું કાર્ય કરી લાભાર્થીઓને લાભ આપવાના પ્રયાસો અંતર્ગત મોરબીમાં જન સંપર્ક કાર્યાલય ટૂંક સમયમાં  શરૂ કરવામાં આવશે તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું રાજકીય ક્ષેત્રે બહુજન સમાજ પાર્ટી માં પૂર્વ મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે પણ જાણીતા રહ્યા છે અને દલિત મુસ્લિમ એકતા સમિતિ પણ ચલાવી રહ્યા છે કોમી એકતાના પ્રતીક કાર્ય અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સેવાના ભેખધારી તરીકેની આગવી ઓળખ ઉભી કરી છે ઓછું ભણેલો હોય છતાં સર્વે જરૂરત પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડવા અંતર્ગત કાર્ય કરવા નો ઉત્સાહ તેઓમાં રહ્યો છે તેની પ્રગતિ માં પીર મહેમુદશા બુખારી દાદા ની દુઆ રહી છે મિત્ર સ્વભાવના આ આરીફ ભાઈ સેવાકીય સંગઠન સાથે રહી વાર તહેવાર સમય પરિસ્થિતિને ધ્યાને રાખી સરકારી હોસ્પિટલમાં ફળ ફ્રૂટ વિતરણ કરવા ના કાર્યક્રમો અનેક વખત કરી ચૂક્યા છે અને કરી  રહ્યા છે જે ટૂંકમાં પરિચય માં મોટો પ્રકાશ સેવા અંતર્ગત રહ્યો છે તેઓ એ એક મુલાકાતમાં જણાવ્યું હતું જે આરીફ ભાઈ  તસવીરમાં નજરે પડે છે – રિપોર્ટ:કે.જી.નવતાણી મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: