વ્યાજના વિષચક્રમાં ડૂબી રહેલું હળવદનું યુવાધન, ફાયનાન્સ ઓઠા હેઠળ વ્યાજ વટાવનો ધીકતો ધંધો

૧૦થી ૧૫ ટકા વ્યાજે રૂપિયા લેનાર કેટલાય યુવાનો બરબાદ થઈ ગયા

હળવદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના સકંજામાં સપડાયુ છે, ૧૦થી ૧૫ ટકા જેટલું વ્યાજ ન ધરી શકનાર અનેક યુવાનો ગામ છોડી ગયા ની ચકચાર. ડેઇલી સ્કીમ પૈસા લઈને અનેક નાના વેપારીઓ પાયમાલ થઇ રહ્યા છે.મધ્યમ વર્ગના લોકોનું જીવવું  દોહ્યલું બન્યું છે હળવદમાં છેલ્લા ઘણા સમયથી ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના અનેક લોકોની જીંદગી  કોરી ખાતા વ્યાજનું  વિષચક્ર ફુલ્યુ છે. હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક લોકોના ખિસ્સા ખંખેરી રહી છે. ત્યારે ધંધા રોજગાર માટે જરૂરી પૈસાની ઉણપ  વધી જતા અનેક લોકો નાણાની  ધીરધાર કરનાર શખ્સો પાસે પહોંચી જાય છે પરિણામે વ્યાજે નાણાં લઇ જરૂરી મુળી એકત્ર કરવાનો ટૂંકો અને સરળ રસ્તો અખત્યાર કરે છે ત્યારે આ લોકો દ્વારા કહી શકાય તેવા નબળા માણસોને ૧૦થી ૧૫ ટકા જેટલા નાણાની ધીરધાર તોતિંગ  આ વ્યાજ  ૧૦ થી ૧૫ ટકાથી પણ વધુ હોય છે સમયાંતરે મુદત  તો ઠીક પણ વ્યાજની રકમ પણ ન ભરપાઈ કરી શકનાર વ્યક્તિ  ના છૂટે કોઈ ગેરકાનૂની માર્ગ અપનાવે છે. હળવદમાં છેલ્લા ઘણા સમયથી વગર લાયન્સ  વ્યાજ  વટાવ નો ગેરકાયદેસર ધંધા નો રાફડો ફાટયો છે. તેમ શેરીએ ગલીએ ચર્ચાઈ રહ્યું છે.

વ્યાજખોરીના  વિષચક્રમાં જોડાયેલા એક શખ્સે પોતાની આપવીતી કહેતા જણાવ્યું હતું કે  એક લાખ ની ડાયરી ઉપાડી હતી પોતાની પાસે આવકનું અન્ય કોઈ સાધન ન હોવાથી ઉપરાંત ઘરની જવાબદારી હોવાથી ના છુટકે ૧૦ ટકા જેટલા ઊંચા વ્યાજે લીધી હતી પરંતુ આટલું મોટું વ્યાજ ભરી ન શકતા ચુકવણી તો એક બાજુ  ફક્ત અને ફક્ત વ્યાજમાં જતી રહે છે .આવજો એક કીસ્સો યુવાન સાથે બન્યો હતો.જે ને મુદલ નું ડબલ વ્યાજ ચૂકવવા છતાં મુડી તો બાકી હતી.જયારે બીજા એક યુવાને થોડા સમય પહેલા જ  વ્યાજ ખોર સામે હળવદ પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી.જયારે અન્ય એક બનાવમાં ‌યુવાને તેના ઘરની ધર વસ્તુ દાગીના વેહેચવા પડીયા હતા. હળવદ પંથકમાં  વ્યાજખોરો દ્વારા માનસિક યાતનાઓ આપવામાં આવે છે. ક્યારેક ક્યારેક તો ધોલ થપાટ  પણ કરવામાં આવે છે. છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.  તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે જો આવા વ્યાજખોરો સામે તાત્કાલિક પોલીસ પગલા લેવામા નહીં આવે તો ક્યારેક કોઈ  યુવાન નો આપઘાત કરવાનો વારો આવશે. ત્યારે યુવાન અને પરિવારના જવાબદાર કોણ તેવું જ હળવદ ની પ્રજા પૂછી રહી છે. બોક્ષ હળવદ માં સરકારી કર્મચારીઓ અને અમુક ક્ષિક્ષકો પણ વ્યાજ વટવનો ધંધો કરી રહ્યા છે. વ્યાજે નાણાં આપતા પહેલા ચેક,કોરા સ્ટેમ્પ ઉપર સહી અથવા નાણાં લેનારી કોય પણ મિલકત લખાવી લે છે આમ  વ્યાજખોર પોતાની  સિક્યુરિટી મેળવી લે છે અને ઊંચું વ્યાજ પણ વસૂલવામાં આવે છે – રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: