હળવદ : જુના અમરાપરમા નમૅદા કેનાલ ઓવરફ્લો થતાં જીરુંના ઉભાં પાકમાં પાણી ફરી વળ્યાં

૧૦ વીઘાના પાકમા  નમૅદા કેનાલનુ પાણી ફરી વળ્યું.જગતના તાત ને પડીયા પર પાટું જેવો ઘાટ સર્જાયો હળવદ તાલુકાના જુના અમરાપર ગામે નમૅદાકેનાલ ઓવરફ્લો થતાં નજીકનાં ખેતરોમા જીરુંના ઉભાં પાકમાં પાણી ફરી વળ્યાં હતા.૧૦ વિધા જેટલા જીરાના પાકમાં પાણી વળતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

હળવદ પંથકના ચાડધ્રા માઈનોર ડી ૧૯ કેનાલમાં સાફસફાઈના અભાવને લઈને ઠેક ઠેકાણે ઝાળી, ઝાંખરા આને બાવળનો ઉપદ્રવ વધતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. જેથી અમરાપર ગામે ઈશ્વરભાઈ ગોરધનભાઈ નામના ખેડૂતના ખેતરમા પાણી ફરી વળ્યાં હતા. આશરે ૧૦ વીઘાના  જીરાના પાકમા  નમૅદા કેનાલનુ પાણી ફરી વળતા જીરુંના પાકનો સોથ વળી ગયો હતો. સોના જેવા જીરું ના  પાક પર કેનાલનું પાણી ઝેર સાબિત થતા ખેડૂતની મહેનત અને પાક પાછળ કરેલ ખર્ચા પણ ટાઢુંબોળ પાણી ફરી વળ્યું હતું. અને તંત્રની કામગીરી સામે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.

error: