મોરબીની નટરાજ ફાટક પાસે તિરંગા ઝંડા નું વેચાણ કરી ગુજરાન ચલાવતા ઈસ્માઈલભાઈ મીર સાથે એક મુલાકાત

મોરબી: કચ્છ ના સામખયારી મા  છેલ્લા ૨૦ વર્ષથી રહેતા, ઈસમાલ ભાઈ મીર જેઓ મૂળ બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી ગામના છે જે રાષ્ટ્રીય તહેવાર એવા ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી નિમિત્તે રાષ્ટ્રીય તિરંગા નું વેચાણ કરવા માટે મોરબીની નટરાજ ફાટક વિસ્તારમાં વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે આજરોજ તારીખ ૨૩/૦૧/૨૦૨૨ રવિવારના રોજ ટુ વ્હીલર ફોરવીલર તેમજ શાળા સ્કૂલ બિલ્ડિંગમાં ભારતીય તિરંગા  ઝંડા નું છેલ્લા પાંચ વર્ષથી વેચાણ કરી રહ્યા નું જણાવે છે ત્યારે બપોરના બે વાગ્યાના સમયે મોરબીની નટરાજ ફાટક જ્યાં રાત દિવસ વાહનોની અવરજવર સતત રહે છે

m

તે વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ભારતીય તિરંગા ૧૫ મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી નિમિત્તે વેચાણ કરતા ઈસ્માઈલભાઈ મીર નટરાજ ફાટક વિસ્તારમાં નજરે પડે છે જે તિરંગા ની ખરીદી કરતા બાળકો તેમજ યુવાનો વૃદ્ધો સહિત તસવીરમાં જોવા મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકર એવા મોરબીના પટેલ દિનેશભાઈ ઉર્ફે કાળુભાઈ પણ તે તિરંગા ની ખરીદી કરતા હોય તેમ તસવીરમાં નજરે પડ્યા છે. રિપોર્ટ:આરીફ દિવાન સાથે કે.જી.નવતાણી મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: