હળવદના મયુરનગરની પરિણીતાને મારવા મજબુર કરનાર પતિ, સાસુ, સસરા સામે નોંધાઈ ફરિયાદ

હળવદના મયુરનગરની પરિણીતાને મારવા મજબુર કરનાર પતિ, સાસુ, સસરા સામે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આગળ ધપાવી છે.

હળવદના નવા વેગડવાવ ખાતે રહેતા માવજીભાઇ મુળજીભાઇ જાદવ (ઉ.વ.૫૮) એ હળવદ પોલિસ મથકમાં નીકુલભાઇ હીરજીભાઇ, હીરજીભાઇ અમરશીભાઇ તથા વસંતબેન હીરજીભાઇ  (રહે. મયુરનગર તા.હળવદ જી.મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે મૃતક સરોજબેનને તેના પતિ નીકુલભાઈ તથા સાસુ વસંતબેન હીરજીભાઇ તથા સસરા હીરજીભાઇ અમરશીભાઇ દલવાડીએ  અવાર નવાર જગડો કરી મેણાટોણા મારી માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા સરોજબેન નીકુલભાઇ દલવાડી (ઉવ.૨૩)પોતાના ઘરે રૂમમા પંખા સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. આ ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ આગળ ધપાવી છે.રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: