શ્રીરામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ કલા મહાકુંભ અને બાળપ્રતિભા શોધમાં દબદબો યથાવત યોજ્યો

 “રાસ, લોકગીત, ગરબા , સમૂહગીત, બાળ પ્રતિભા શોધમાં બાળાઓ દર વર્ષની જેમ આ વખતે પણ  વિજેતા. થયા”

મોરબી:  આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત લોકશાળા –ચંદ્રપુર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ કાર્યક્રમમાં શાળાની બાળાઓ એ રાસ , ગરબા ,લોકગીત , સમૂહ  ગીતમાં પોતાની આગવી કળા અને પ્રતિભાના ઓજસ પાથરી શાળાની યશ કલગીમાં વધારો કર્યો છે.  જેમાં રાસમાં પ્રથમ સ્થાન લોકગીત પ્રથમ સ્થાન, ગરબા માં દ્રિતિય સ્થાન, સમૂહગીત દ્રિતિય સ્થાન, મેળવી શાળાને ઝોન કક્ષા સુધી પહોંચાડેલ છે.

આગામી દિવસોમાં યોજાનાર ઝોન કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાની બાળાઓને શાળાના આચાર્ય જેઠાભાઇ પી. વનાણી અને શાળાના સમગ્ર સ્ટાફ દ્રારા માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરૂ પાડેલ છે. રિપોર્ટ:આરીફ દિવાન મોરબી                  

Leave a Reply

Your email address will not be published.

error: