હળવદ પંથકમાં ગેરકાયદેસર રેતી વહનનો વેપલો પૂરજોશમાં: તંત્ર ધોર નિદ્રામાં

હળવદ તાલુકા ની નદીમાંથી કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી હળવદ તાલુકાના ગામોમાંથી પસાર થતી નદીઓમાં રેતી માફિયાઓ દ્વારા બેફામ રેતી ચોરી  લીઝ ન હોવા છતાં રોયલ્ટી ભર્યા વગર આડેધડ રેતી ઉઠાંતરી કરી ગેરકાયદેસર  રીતે દરરોજ  ડમ્પરો, ટ્રેક્ટરો, ટ્રક દ્વારા બેફામ રેતી ખનન અને વહન કરી રહ્યા છે.

સરકારી તિજોરીને મહિને દહાડે લાખો રૂપિયાની ખોટ જવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. હળવદ તાલુકાની નદી ની રેતી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હોવાથી તેની માગ મોરબી બાંધકામ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ,કાચ,બીડ, પ્લાસ્ટિક સહિતના અનેક મેન્યુફેક્ચર ના કામ માં મોટાપાયે વપરાતી હોવાથી સોરાષ્ટ, કચ્છ, સુરત વડોદરા સહિતના જિલ્લાઓમાં તેની માંગ રહે છે આડેધડ રીતે તેની ઉઠાંતરી થી નદીનાં તળની વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ગઈ છે 

આ બાબતે હળવદ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ ખાતુ ઉચ્ચકક્ષાએ રજૂઆત રેતી  ચોરી અટકાવવા રજૂઆત કરી છે પણ આજદિન સુધી કોઈ નક્કર પગલા આવ્યા નથી કારણ કે આ રેતી ચોરી ખનન વહન માં રાજકીય આકાઓ આમાં જોડાયેલા છે, હળવદ તાલુકાના મયુરનગર,રાયસંગપર, ધનાળા, મિયાણી, ટીકર, ચાડધ્રા વગેરે નદીઓમાંથી રોજની લાખો રૂપિયાની રોયલ્ટી ભર્યા વગર ની રેતી ચોરી થાય છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે એક રોયલ્ટીની પહોંચી ઉપર દસ ટ્રકો પસાર થતી હોવાનું પણ જણાવાયુ હતું.

આ અંગે તંત્રના વિભાગો જવાબદારીમાંથી છટકવા ગલ્લાતલ્લા કરે છે. મામલતદાર કચેરી અને ખાણ ખનીજ વિભાગ પોલીસ ની નજર સામે અનેક ડમ્પરો રેતીની  ચોરી કરી રહયા છે. જવાબદાર  અધિકારોઓની સાંઠગાંઠ હોવાના લોકોમાં  બુમરાણ ઊઠી છે, આમ હળવદ તાલુકામાંથી પસાર થતી નદીઓના પટ માંથી બેફામ રેતીચોરી થઈ  છે, તો તાત્કાલિક ધોરણે  જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી ઉઠવા પામી છે. રીપોર્ટ – મયુરભાઈ રાવલ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: