હળવદ શહેરમાં આવેલ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા ખાતે સિવિલ હોસ્પિટલ મોરબી અને સમાજ સુરક્ષા વિભાગ મોરબીના સયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાનાં દિવ્યાંગ બહેનો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તારીખ ૧૧/૦૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ હળવદ શહેરમાં આવેલ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા ખાતે સિવિલ હોસ્પિટલ મોરબી અને સમાજ સુરક્ષા વિભાગ મોરબીના સયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાનાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હળવદ તાલુકાનાં ૬૭ થી વધુ દિવ્યાંગ ભાઈઓ બહેનોને દિવ્યાંગ પ્રમાણપત્ર,UDID કાર્ડ તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રિન્યૂઅલ કરવા માટે આ કેમ્પનો લાભ લીધેલ,કેમ્પમાં ખાસ સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનિલાબેન તેમજ સિવિલ હોસ્પિટલ મોરબી ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. રીપોર્ટ – મયુરભાઈ રાવલ

