મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવતી તક્ષશિલા સંકુલની લોકનૃત્યની ટીમ કલા મહાકુંભમા તક્ષશિલા સ્કુલનો ડંકો વાગ્યો 

તાજેતરમાં મોરબી જિલ્લાનો કલા મહાકુંભ વાંકાનેર ખાતે યોજાઈ ગયો. જેમાં હળવદની તક્ષશિલા સંકુલે લોકનૃત્ય, સમૂહગીત, ચિત્રસ્પર્ધા તેમજ સમૂહગીત ગાયન સ્પર્ધામાં ચાડમિયા ક્રિષ્ના, કૈલા જૂલી, ભૂત માધવી, સથવારા ભૂમિ, નિમાવત હેતાંશી, સાકરિયા દિવ્યા , ઝેઝરિયા કિરણ, ડાભી દિક્ષિતાના ગ્રુપે ગુજરાતી સૌથી ન્યારા ગીત ગાઈને બીજો નંબર મેળવ્યો હતો.

જ્યારે એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પાત્ર ભજવી દેકાવડિયા કિશને ત્રીજો નંબર મેળવ્યો હતો. ચારણી સાહિત્યના વિવિધ દૂહા અને છંદ ગાઈને રામાનુજ જાનકીએ સૌને સોરઠની મેઘાણી સાહિત્યનું રસપાન કરાવ્યુ હતું. જ્યારે મારુનિયા નિયતિએ કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરી પોતાની કલાના કામણ પાથરી બીજો નંબર મેળવ્યો હતો.

તો ધૂમર છે નખરાળી રે શબ્દોથી રાજસ્થાની ઘૂમર લોકનૃત્ય  વેશપરિધાન સાથે રજૂ કરી સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર મેળવ્યા હતા. શાળાના સંગીત શિક્ષક ભાવેશ દલવાડી અને રાઠોડ દેવસરે અને જયંતિ સરે તમામ કૃતિઓ શીખવી હતી. રીપોર્ટ – મયુર રાવલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: