મોરબી જિલ્લાના ટંકારામાં વિકાસનું વાદળ ફાટયુ! તમામ માર્ગો બન્યા ગાબડાં ધારી વાહન ચાલકો માટે બન્યા જોખમી!!!

મોરબી: મોરબી જિલ્લા સહિત ગુજરાતની મોટાભાગે ગામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિત નગરપાલિકા મહાનગરપાલિકાઓ ભાજપ શાસન કેસરિયો લહેરાયો છે છતાં વિકાસના ફાકા ફોજદારી કરતાં નેતાઓ દ્વારા થતો વિકાસ ટંકારામાં સ્થાનિક લોકો મહેસુસ કરી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુમાં રોડ રસ્તા પર ઊંડા ઊંડા ખાડાથી વાહન ચાલકો અને રાહતદારી ઓ માટે ગંભીર ભંય જનક બન્યા છે

ત્યારે ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિ છે તેવા ટંકારામાં માત્ર કાગળ પર વિકાસ થતો હોય તેમ મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુમાં પડેલા વરસાદથી નેતાઓની હાજરીમાં દેખાવ પૂરતા પુરાયેલા ખાડા ની સાથે તંત્રની નિષ્ક્રિયતા ની પોલ ખોલી હોય તેમ તસવીરો કહી રહી છે. ટંકારા ના મુખ્ય બજાર માં સ્વચ્છતા નો અભાવ રોડ રસ્તા પર જોખમી ઊંડા ખાડા કોઈ મોટી અકસ્માતની જનક ઘટનાની રાહ જોઈ રહ્યા છે કે શું? એવા પ્રશ્ન હાલ બુદ્ધિજીવીઓમાં ઊઠવા પામ્યા છે

ટંકારા ના ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો પણ જોખમી રહ્યા હોય તેને મજબૂત કરવાની મંજૂરી ની મોર લાગ્યા પછી પણ તે દિશામાં વિકાસને વેગ મળ્યો નથી ત્યારે ટંકારાના મુખ્ય માર્ગો મુખ્ય બજારો શાળા સ્કૂલ કોલેજ સહિત ધાર્મિક સ્થળો મંદિરો આસપાસ સ્વચ્છતા ના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે

છતાં વિકાસ વિકાસ કહેનાર નેતાઓને લજ્જા શરમ જેવું કાંઈ ના હોય એમ સમસ્યાઓ ની હારમાળા ટંકારા ના મતદારો માટે તંત્ર પાસે આયોજન નો અભાવ સાથે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ની નિષ્ફળતાના પાપે પ્રજા પરેશાન બની છે સમસ્યા સ્વરૂપે શાળા સ્કૂલ મંદિર સહિતના મુખ્ય માર્ગો પર ખાડાઓ તંત્રની વિકાસની પોલ ખુલે છે – તસ્વીર અહેવાલ ઇરફાન પલેજા મોરબી