વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ના મોમીન મુસ્લિમ સમાજના યુસુફ ભાઈ એ. પરાસરા નો ટુકો પરિચય મોટો પ્રકાશ સર્વે સેવા ભાવી માટે સમાજમાં એકતાનો સંદેશ!

“નાતજાતના ભેદભાવ વગર માત્ર માનવ સેવા કરતા જામનગરમાં જાણીતા એવા એસટી કર્મચારી યુસુફ ભાઇ પરાસરા વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી સર્વે સમાજ પ્રેરણા લેવી જોઈએ”

આજના આધુનિક કોમ્પ્યુટર યુગમાં દરેક સમાજ વિકાસની દિશામાં પ્રગતિશીલ થવાના પ્રયાસો સાથે સાથે દરેક સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરવા સંઘર્ષ સાથે સેવા નું પણ કાર્યકર્તા હોય છે ત્યારે એક મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની હાલ કર્મભૂમિ જામનગર એવા મોમીન મુસ્લિમ સમાજના સમાજ સેવક હાજી યુસુફભાઈ એ. પરાસરા જેઓ હિન્દુ મુસ્લિમ વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો તેની સેવાકીય કાર્ય થી અને મિત્ર સ્વભાવથી પરિચિત છે

જેની ઓળખ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સેવાકીય કાર્ય થી સાધુ સંત મોલવી રાજકીય નેતાઓ ઉદ્યોગપતિ બિલ્ડરો સરકારી અર્ધસરકારી અધિકારીઓ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો હિન્દુ મુસ્લિમ સમાજના એકતાના પ્રતીક કાર્ય માં તત્પર રહેનાર એવા સેવાભાવી હાજી. યુસુફ ભાઇ એ. પરાસરા કોઈ પણ જગ્યાએ સમય જોયા વિના દરેક જગ્યાએ સેવાની જરૂર પડે તો એની રહી છે સતત હાજરી જેથી જામનગર સહિત વિવિધ રાજ્યમાં પણ યુસુફભાઈ ના બહોળો મિત્ર વર્ગ ધરાવે છે અરે દેશ ના ઉચ્ચ લેવલના ક્રિકેટરો કલાકારો આઈએએસ આઈ પી એસ ઓ સાથે સારો એવો ધરાબો ધરાવે છે પોતાની નોકરી એસટી માં એડમીન માં ફરજ બજાવે છે પણ વહીવટી સુઝ પુરા ગુજરાતમાં ફેમસ છે અને કામદારો ને કામ આવે છે અને તેના પ્રશ્નો સોલ કરતા હોય છે

આમ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ધાર્મિક કાર્યક્રમ છે તે શિક્ષણ ક્ષેત્રે વગેરે વગેરે સેવાકીય કાર્ય માં પોતાની યથાશક્તિ પ્રમાણે નિસ્વાર્થ સેવા આપી મોટા મનના માનવી તરીકે નાનો પ્રકાશ મોટો પરિચય આપી રહ્યો હોય તેમ સર્વે સેવકોએ સર્વે સમાજ સેવાકાર્યમાં આવા ઉદાર દિલના માનવી પાસેથી માર્ગદર્શન મેળવી એકતાનો સંદેશ સર્વે સમાજમાં ભાઇચારો લાગણી નો પ્રકાશ આપવો જોઈએ – રિપોર્ટ: આરીફ દિવાન મોરબી