મોરબી શહેરમાં સ્વચ્છતાનો અભાવ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો રોગચાળાનો લોકોને ભય

ઠેર ઠેર  ગંદકી કચરાના ગંજ ઉભરાતી ગટરો રખડતા ઢોર મતદાર પ્રજા પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં વિકાસ લક્ષી સરકાર નિષ્ફળ!!!?”

સૌરાષ્ટ્રનું પેરિસ અને ઉદ્યોગ ક્ષેત્રે અન્ય રાજ્ય શહેર- જિલ્લામાં દેશ-વિદેશમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કરનાર એવા મોરબી શહેરમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ધારાસભ્યો સંસદસભ્યો મતદાર પ્રજાને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહીયા હોય તેવી વ્યાપક ફરિયાદો અવાર નવાર અખબારોના સમાચાર બને છે ત્યારે મોરબીમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસે આયોજનનો અભાવ સતત રહ્યો હોય તેમ સમસ્યાઓની હારમાળા અટકવાનું નામ ના લેતું હોય તેમ સમસ્યાઓની હારમાળા મતદાર પ્રજા માટે ચિંતિત બની છે હાલ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે લીમડાના દુમાણા કે દવાના છંટકાવ સાથે સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ મોરબી શહેરના મુખ્ય માર્ગો થી લઇ ખાનગી હોસ્પિટલો વિસ્તારોમાં કે વિગેરે વિગેરે હદય સમા વિસ્તારોમાં સતત ગંદકી કચરાના ગંજ ના દ્રશ્યો નજરે પડે છે ત્યારે વિકાસની વાતો કરનાર પ્રજાના પ્રતિનિધિઓ મોરબીના જૂના બસ સ્ટેશન શાકમાર્કેટ સાવસર પ્લોટ મહેન્દ્ર પરા જેલ રોડ કાયાજી પ્લોટ જેવા રાહદારી અને વાહન ચાલકો થી ધમધમતા વિસ્તારોમાં પદયાત્રા કરી પ્રજા ચિંતન દ્રષ્ટિએ કેવો વિકાસ થયો છે તે પારખી શકે તેવી દ્રષ્ટિ તાતી જરૂરિયાત બની છે હાલ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં સમસ્યાઓની હારમાળા મતદાર પ્રજા માટે ચિંતિત બની છે  ગંદકી કચરાના ગંજ અને મચ્છરોના ઉપદ્રવથી લોકોને રોગચાળાનો ગંભીર ભયજનક દ્રશ્ય ઉપરોક્ત બતાવી રહી છે તસવીર રિપોર્ટ: કે.જી.નવતાણી સાથે અમિન મકરાણી મોરબી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: