ગાંધીનગર ખાતે કાવ્યગાન સ્પર્ધામાં હળવદના વિદ્યાર્થીએ દ્વિતીય નંબર મેળવ્યો

ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં હળવદના વિદ્યાર્થીએ દ્વિતીય નંબર મેળવી સમગ્ર હળવદ પંથકનું નામ રોશન કર્યું છે.

આઝાદી કા અમૃત મોહોત્સવ અને રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે  ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની કાવ્ય ગાન સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં હળવદના ગૌંરવ રમેશભાઈ રાઠોડએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા તેમને દ્વિતીય નંબર આપવામાં આવ્યો હતો આ યશસ્વી સફળતા બદલ ગૌંરવનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમના પરિવારજનો અને શાળા પરિવાર દ્વારા પણ તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.

error: