હળવદ ભવાનીનગર વિસ્તારમાં ગંદકી, રોડ રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓ થી રહીશોને પારાવાર મુશ્કેલીઓ

ભવાની નગર ભાવનગર ઢોરા વિસ્તારમાં પાણીના સંપ પાસે છેલ્લા કેટલાક સમયથી ગંદકીનું સામ્રાજય,ગંદગી, રોડ રસ્તા, પાણી અને ગટરની ચેમ્બરો સહિત ની વિવિધ રજૂઆત ચીફ ઓફિસર ને કરવામાં આવી

હળવદ માં આવેલ ભવાની નગર ઢોરા વિસ્તારમાં પાણીના સંપ પાસે છેલ્લા કેટલાક સમયથી ગંદકીનું સામ્રાજય ખડકાયું હોવાથી વિસ્તારવાસીઓ મુશ્કેલી ભોગવતા હતા. આ અંગે ગંદકીના ગંજ માથાફાડ દુર્ગંધ અને મચ્છર ઉત્પતિના કારખાના સમાન બન્યા હોવાથી સફાઈ કરાવવા અંગે લોકોમાં માંગ ઉઠી હતી જેને પગલે ચીફ ઓફિસર જાત તપાસ અર્થે તાત્કાલિક દોડી ગયા હતા. અને તાબડતોબ સાફ સફાઈ લગત વિભાગના કર્મચારીઓને સૂચના આપી હતી.

સંપ પાસે છેલ્લા કેટલાક સમયથી થી વાલ લીકેજ હોવાથી ગંદું પાણી પીવાના પાણી સાથે મિક્સ થાય છે. રહીશોને નાછુટકે આવું પાણી પીવું પડે છે.એટલુ જ નહીં ભવાની નગર ઢોરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા ગંદગી રોડ રસ્તા પાણી અને ગટરની ચેમ્બરો વિવિધ સમસ્યાઓ ની રજૂઆત ચીફ ઓફિસર ને આ વિસ્તારના જાગૃત નાગરિક વિજયભાઈ રાવલ સહિતના રહીશોએ કરી હતી.જેને પગલે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચભાઈ માળી ખુદ જાત તપાસ અર્થે તાત્કાલિક દોડી ગયા હતા. અને તાબડતોબ સાફ સફાઈ લગત વિભાગના કર્મચારીઓને સફાઈ ના આદેશ આપ્યા હતા. રીપોર્ટ – મયુર રાવલ હળવદ