મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પ્રજાહિત કાર્ય કરવું જોઈએ: જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફ બ્લોચ ની અપીલ

તાજેતરમાં જ ગત તારીખ 10 માર્ચ ના રોજ ગુરુવારે સવારે પાંચ રાજ્યોની ચૂંટણી નું પરિણામ જાહેર થયું છે જેમાં ચાર રાજ્યમાં કેસરિયો લહેરાયો છે તેના પરિણામે મોરબીમાં ભારતીય જનતા પાર્ટી કેસરિયા ના કાર્યકરો જિલ્લા કક્ષાના હોદ્દેદારો વિજય ઉત્સવ ઉજવ્યો છે ત્યારે મોરબીમાં વોર્ડ નંબર ૧ થી ૧૩ માં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા તેમજ ગટરો ઉડાવી ભૂગર્ભ ગટરના પાણી રોડ રસ્તા પર ફરી વળતા હોવાથી અવાર-નવાર મતદાર પ્રજાને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે ગંદકી કચરા ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવા ના કારણે લોકોને રોગચાળાનો ગંભીર થઇ રહ્યો છે તાજેતરમાં જ કોન્ટ્રાક્ટરોની બેદરકારી ના કારણે કડક કાર્યવાહી કરી નોટિસ ફટકારવામાં પાલિકા દ્વારા આવી છે એવી જ રીતે કામચોર કર્મચારીઓને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અને ચીફ ઓફિસર દ્વારા પ્રજા ચિંતન કામગીરીમાં આયોજનપૂર્વક કામ લેવું જોઈએ મુખ્ય માર્ગો પર ઉડતી ધુળની ડમરીઓ ટુ વ્હીલર ઓ અને રાહદારીઓને આંખોમાં ધૂળ ની રજૅ પડવાથી આંખના રોગ તેમજ શરીરના ફેફસાના રોગો નું ભોગ બનવાનો વારો આવી શકે તેવું પણ લોકો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ભાજપનો ગઢ મોરબી નગરપાલિકામાં યથાવત રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ કાર્યને યથાવત્ કરી રોજેરોજની અરજીનો નિકાલ તંત્ર દ્વારા તત્કાલ કરવામાં આવે અને ઉભરાતી ગટરો ભૂગર્ભ ગટરો સહિત રખડતા ઢોર ગંદકી કચરાના ગંજ સાફ કરી સ્વચ્છતા અભિયાન જાળવી રાખી પ્રજા ચિંતન બની મતદાર પ્રજાને સમસ્યા મુક્ત કરવામાં પણ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને ધારાસભ્યો સંસદ સભ્યો નગરસેવકો દ્વારા કાયદાની પ્રાથમિક સુવિધા પૂરી પાડે એ આજના આધુનિક યુગની તાતી જરૂરિયાત છે મોરબી માં મહેન્દ્ર પરા વિસ્તારમાં ગત તારીખ 25 2 2022 ના રોજ જજરિત મકાન ના છજુ તૂટી જવાથી મહિલાનો ભોગ લેવાયો હતો એ કાટમાળ આજની તારીખે દૂર કરવામાં ન આવવાથી તે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સાથે સ્થાનિક લોકોને હલનચલનમાં ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે અધૂરામાં પૂરું જાહેર માર્ગોપર લાખોના ખર્ચે બનાવવામાં આવેલી વૃક્ષો ના પ્રોટેકશન માટેની ડિવાઈડર મા અયોધ્યાપુરી રોડ પર સફાઇ કર્મચારીઓ જ કચરો નાખી સમસ્યા ને આમંત્રણ આપી રહ્યા હોય તેમ અયોધ્યાપુરી રોડના વેપારીઓનું કહેવું છે જે ડોર ટુ ડોર લીલા સૂકા કચરાને મેળવતા કર્મચારીઓ તેના વાહનમાંથી કચરો ઉડી ફરી રોડ પર ન જાય તેની તકેદારી રાખવી જોઈએ અને વધુ તેજ ગતિ વાહનો ચલાવવા ના જોઈએ તેમ દરેક પ્રજા ચિંતન કાર્ય અંતર્ગત રોજે રોજનું અપડેટ મોરબી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ખરા અર્થમાં પ્રજાહિત કાર્ય કરે તેવી લાગણી ભેર માગણી સાથે અપીલ જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા ના પ્રમુખ આરીફ ભાઇ બ્લોચ એક અખબારી યાદીમાં જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: