માળીયા મિંયાણા નેશનલ હાઈવેથી શહેર સુધીનો સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડા અને રબડીરાજથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠાયા!!

મોરબી- તારીખ – ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ – માળીયા મિંયાણા શહેરને જોડતો સ્ટેટ હાઈવેની અતિ ભંગાર હાલત છતા તંત્રના પેટનુ પાણી હલતુ નથી તંત્ર ભરનિંદ્રામા હોવાથી લોકોમા રોષ

માળીયા મિંયાણા નેશનલ હાઈવેથી શહેર સુધીનો જામનગર સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડા અને રબડીરાજથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે લાંબા સમયથી મગરમચ્છના પીઠ સમાન હાઈવે પર ચાલતા નાના મોટા વાહન ચાલકોમા રોષ ફેલાયેલો જોવા મળી રહયો છે

માળીયા મિંયાણા શહેર તાલુકા મથક હોવાથી અહિ રેફરલ હોસ્પીટલ- તાલુકા પંચાયત- મામલતદાર ઓફીસ પોલીસ સ્ટેશન બેંક સહિતની કચેરીઓ હોવાથી ગ્રામજનોએ ફરજીયાત આવાનુ થતુ હોય છે ત્યારે સરકારી હોસ્પીટલે સારવાર લેવા આવતા દર્દીઓ સાજા થવાના બદલે વધુ બિમાર થાય તેવી હાઈવેની હાલત છે છતા સતાધીશ રાજકીય પદાધિકારીઓ અને અધિકારીઓને જાણે માળીયા મિંયાણા શહેરથી સુગ હોય તેમ આંખ આડા કાન કરી તંત્ર ભરનિંદ્રામા હોય તેવુ જણાય રહયુ છે

આ પહેલા પણ હાઈવે અતિ બિસ્માર હોવાથી પ્રિન્ટ મીડીયા ઈલોક્ટ્રોનિક મીડીયાના અહેવાલથી તંત્રની આંખો ખુલતા ખાડા પુરીને તંત્રે સંતોષ માની લીધો હતો ત્યારે ફરીથી હાઈવે મગરમચ્છના પીઠ સમાન બન્યો છે છતા નિંભરતંત્રને શહેરીજનો અને વાહન ચાલકોની મુશ્કેલી કેમ નથી દેખાતી તેવો લોકપ્રશ્ર ઉઠયો છે જેથી સત્વરે હાઈવેનુ સમારકામ કરવામા નહી આવે તો લોક આંદોલન છેડવા શહેરીજનો અચકાશે નહી તેવુ લોકોએ રોષ સાથે જણાવ્યુ હતુ – રિપોર્ટ- રજાક બુખારી સાથે ગોપાલ ઠાકોર

Leave a Reply

Your email address will not be published.

error: