હળવદ માં આમદમીપાર્ટી દ્વારા જીતની ખુશી સાથે વિજયઉત્સવ ઉજવ્યો

સરા ચોકડી ખાતે  ફટાકડા ફોડી મૌ મીઠા કર્યા ભારતના પાંચ રાજ્યોમા વિધાનસભાઓની ચૂંટણીઓના પરિણામો આજે જાહેર થયા છે ત્યારે  પંજાબ માં આમ આદમિપાર્ટી ની જીત થતા હળવદ માં આપના હોદેદારો અને કાર્યકર્તાઓ સરા ચોકડી ખાતે ફટાકડા ફોડી મૌ મીઠા કરીને વિજયઉત્સવ ઉજવ્યો હતો

આમ આદમિપાર્ટી હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી,યુવા પ્રમુખ ચંદુભાઈ મોરી, શહેર પ્રમુખ કિરીટભાઈ પટેલ,તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ ઠાકોર, યુવા મહામંત્રી લક્ષ્મણભાઈ ઉડેચા,કિસાન મોરચા પ્રમુખ પ્રાણજીવનભાઈ પટેલ,ભરતભાઈ મકવાણા. સહિત હળવદ ના આપના હોદેદારો અને કાર્યકર્તાઓ ની ઉપસ્તીથીમાં આમ આદમી પાર્ટી એ પંજાબ જે જીત હાંસલ કરી છે તેની ખુશી અંગે સરા ચોકડી ખાતે ફટાકડા ફોડી મૌ મીઠા કરીને વિજયઉત્સવ ઉજવ્યો હતો.

પંજાબ વિધાનસભા ના ચૂંટણી પરિણામ મા આમઆદમી પાર્ટી ની ભવ્ય વિજય થયો હતો. જેના ઉજવણી ના ભાગરૂપે આમ આદમી પાર્ટી હળવદ  શહેર અને તાલુકા ની ટિમ દ્વારા ભવ્ય વિજય ઉત્સવ સરા ચોકડી ખાતે યોજાયો હતો. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: