હળવદ બ્રહ્માકુમારી ખાતે આઝાદીના ૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિત્તે નારી સન્માન તેમજ નારી સશક્તિકરણના કાર્યક્રમનું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર મહીલાઓ નું મહાનુભાવો નાં હસ્તે સન્માન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે હળવદ બ્રહ્માકુમારી ખાતે આઝાદીના ૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિત્તે નારી સન્માન તેમજ નારી સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે બ્રહ્માકુમારી હર્ષા દીદી હળવદ તાલુકા મામલતદાર એન.એસ. ભાટી , તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહિબા દીપાબેન બોડા,ડી.વી.રાવલ  કોલેજના પ્રોફેસર ડો. માલાસણા , પ્રોફેસર રક્ષાબેન દોશી,ઉપસ્થિત રહ્યા હતા.

નારી સશક્તિકરણની સાથે હળવદના નામી ગ્રામી નારી શક્તિઓનુ અત્રે સન્માન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં હળવદના મહિલા મંડળ ના સ્થાપક ભાનુબેન દવે, સમાજસેવિકા પૂર્ણિમાબેન શુક્લા ઉર્વશીબેન પંડ્યા તથા દિવ્યાબેન મહેતા અને સુખપર ગામની કોન્સ્ટેબલ દીકરી શ્રદ્ધા મર્યાનું સન્માન કરવામાં આવ્યું હતું.આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.જુદી જુદી સંસ્થાઓ ની બહેનો  તથા વિશાળ સંખ્યા માં પધારેલ મહીલાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની ઊજવણી કરવામાં આવી હતી, ઉપસ્થિત મહીલાઓ  વિશે વ્યક્તવ્ય રજૂ કર્યા.

આ નારી  શક્તિ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે રાજકારણ વિજ્ઞાન રમતગમત સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી છે સ્ત્રી શક્તિ ભક્તિ અને લક્ષ્મી રૂપે સમાજનું પોષણ અને સંરક્ષણ કરે છે ઘર અને સમાજને ટકાવી રાખવા સૌથી અગત્યની જવાબદારી નિભાવે છે.સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન રાજયોગી બ્રહ્મકુમારી હષૉદીદી અને બ્રહ્મકુમારી જયશ્રી દીદી ના માર્ગદર્શન નીચે યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ આયોજન હળવદ બ્રહ્માકુમારી પરિવાર દ્વારા ઈશ્વરીય સેવા નિમિત્તે કરવામાં આવ્યું હતું. હળવદની અનેક ધર્મપ્રેમી નારી શક્તિઓ એ લાભ લીધો હતો – રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: