મોરબી બી.ડિવીઝન સ્ટેશને હિંન્દુ- મુસ્લીમ આગેવાનોની શાંતી સમિતિની બેઠક યોજાઈ હતી

મોરબી બી.ડિવીઝન સ્ટેશને હિંન્દુ- મુસ્લીમ આગેવાનોની શાંતી સમિતિની બેઠક યોજાઈ હતી

મોરબીમા એકતા શાંતી જળવાઈ રહે અને વૈમનસ્ય ન ફેલાય જેની તાકેદારી રાખવા પી.આઈ. વીરલ પટેલની અપીલ

તાજેતરમા ધંધુકામા કિશન ભરવાડની હત્યાથી હિંન્દુ મુસ્લીમ સમાજમા અશાંતીનો માહોલ ફેલાયો હોય જેથી મોરબી શહેરમા એકતા અને શાંતી જળવાય રહે તેમજ સોશ્યલ મીડીયા પર કોઈપણ સમાજના લોકો વૈમનસ્ય ન ફેલાવે કે ખોટી ખરાબ કોમેન્ટ ન કરે ફેસ્બુક ઈન્સાટાગ્રામ વોટસઅપ જેવી શોસ્યલ સાઈડો પર પોલીસ અને સાઈબર ક્રાઈમની બાઝ નઝર છે અને  ઉશકેરણી જનક કોઈપણ કોમેન્ટ કે વીડીયો વાઈરલ થશે તો એ વ્યકતી પર કાયદેસરની કાનુની કાર્યવાહી કરવામા આવશે જેથી ભરવાડ- મુસ્લીમ સમાજના આગેવાનો તેમજ હિંન્દુ સંગઠનના આગેવાનો સાથે મોરબી બી.ડિવિઝન પી.આઈ.વિરલ પટેલે મોરબીમા શાંતી સલામતી અને એકતા જળવાઈ રહે તેવા હેતુથી શાંતી સમિતીની બેઠક બોલાવી ભાઈચારો એકતા જાળવવા હિંન્દુ મુસ્લીમ અગ્રણીઓને અપીલ કરી હતી.

આ શાંતી સમિતિની બેઠકમા ભરવાડ સમાજના અગ્રણીઓ રૈયાભાઈ મુંઢવા- વીનુભાઈ નાથાભાઈ ડાભી- જયેશભાઈ ગલોતર- મોતીભાઈ મુંઢવા અમીતભાઈ ડાભી તેમજ મુસ્લીમ સમાજના હુશેનભાઈ ભટી- જુસબભાઈ સંધવાણી- કરીમભાઈ જામ- મહેબુબભાઈ સુમરા- હસણભાઈ મોવર હાજીભાઈ સમા સહિત હિંન્દુ સંગઠનના કમલેશભાઈ બોરીચા- કમલભાઈ દવે- કૃષભભાઈ રાઠોડ-પુષ્પરાજસિંહ જાડેજા-ચેતનભાઈ પાટડીયા વૈભવ પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી એકતા અને શાંતી જળવાઈ રહે તેવા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: