ઇન્ડીયનલાયન્સ ક્લબ મોરબી દ્વારા પક્ષી માટે ચણ પાણી માટેનું સ્ટેન્ડ સાથે જરૂરિયાત મંદગરીબોને ગરમ ધાબળા વિતરણ કરાયું

મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ થી સેવાના સુર પૂરી પાડતી સંસ્થા એટલે ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ સર્કિટ હાઉસ રોડ વિસ્તારમાં ફૂટપાથ પર સુતા નિરાધાર વૃદ્ધોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં મોરબીના સર્કિટ હાઉસ સામાકાંઠા વિસ્તાર તેમજ ઉમિયા સર્કલ સનાળા રોડ વિવિધ વિસ્તારોમાં જાતે સંસ્થાના સભ્યો તથા પ્રમુખ ભાવેશભાઇ દોશી સાથે સમગ્ર ટીમ સખી દાતાના સહયોગથી ધાબળા વિતરણ કર્યા હતા તેમાં ૬૦ જેટલા ધાબરા વિતરણ કરાયા હતા તેવી જ રીતે પક્ષીઓને પણ પક્ષી પ્રેમી શાળા સ્કૂલ સંસ્થા તેમજ ઘરે દુકાને કારખાને ફેકટરીમાં લોખંડ નું સ્ટેન્ડ માત્ર રૂપિયા ૫૦ માં વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ વ્યક્તિને લાભ લીધો હતો જેથી સમગ્ર મોરબી શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે ભોજન સમારંભ કાર્યક્રમ કરી સંસ્થાના સભ્યોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ જમણ પ્રમુખ શ્રી ભાવેશભાઈ ના પિતાશ્રી ની પુણ્ય સ્મૃતિ માં તેમના તરફથી કરવામાં આવ્યું હતું. આમ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા કરવામાં આવી રહી છે તેમાં શહેરના જુદા જુદા દાતાના સહયોગથી પરિસ્થિતિને ધ્યાને રાખી સંસ્થાના આયોજકો ના સહયોગથી સમગ્ર કાર્યક્રમને સફળતા પૂર્વક વેગ આપી સેવાકીય પ્રવૃત્તિ નું કાર્ય કરવામાં જરૂરત મંદ લાભાર્થીઓને સંપૂર્ણ લાભ મળી રહે તેઓ પ્રયાસો ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા રહ્યા છે અને કાયમી રહે તેવા પ્રયાસો સંસ્થાના પ્રમુખ ભાવેશભાઇ દોશી એ જણાવ્યું છે જે સમગ્ર કાર્યક્રમની તસવીરો નજરે પડી રહી છે..


