મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા આંતરાષ્ટ્રીય મહીલા દિવસ નિમિતે નારીઓની શક્તિ વંદના રેલી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરમાં ઠેરઠેર ઉજવણી કરાઈ

મોરબી સ્કાય મોલથી શરૂ થયેલ રેલી ટાઉનહોલ ખાતે સંપન્ન યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનેક મહીલાએ ભાગ લઈને ભારતીય સંસ્કૃતિને ઝાંખી કરાવતા કાર્યક્રમોમાં મહીલા મહેરામણ ઉમટ્યુ

 મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની ટાઉનહોલ ખાતે શાનદાર ઊજવણી કરવામાં આવી હતી જેમા ભારતીય સંસ્કૃતિને ઝાંખી કરાવતા કાર્યક્રમોની સાથે વિશાળ નારી શક્તિ વંદના રેલી યોજાઈ હતી જેમા મોટી સંખ્યામાં નારી શક્તિને ઉજાગર કરવા મહીલા મહેરામણ ઉમટ્યુ હતુ મોરબી શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા જુદી જુદી જગ્યાએ આંતરરાષ્ટ્રીય મહીલા દીનની ઠેરઠેર ભવ્ય ઉજવણી કરાઈ હતી મોરબીમાં યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમના દ્વારા શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતેથી મહિલાઓની નારી શક્તિ વંદના રેલી યોજવામાં આવી હતી જે રેલીમાં જીપ કાર બુલેટ બાઈક સ્કૂટર સાથે મહિલાઓ સાથે યુવતીઓ જોડાઈ હતી

જે રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી બાદમાં આ રેલી ટાઉનહોલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યાં મહિલાઓ માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસ નિમેત્તે શક્તિ વંદનાના કાર્યક્રમમાં જુદીજુદી કૃતિ સાથે ભારતીય સંસ્કૃતિને ઝાંખી કરાવતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગ્રુપના રંજનબેન ધરતીબેન વિશાખાબેન મયુરીબેન સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી સાથે યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની ખાસ ઉપસ્થિતિમા સમ્રગ કાર્યક્રમો યોજાયા હતા તેમજ માનવસેવા એજ પ્રભુ સેવા સંસ્થાન ભારત તાલીમ સંસ્થાનના સયુંકત ઉપક્રમે મોરબી ટ્રેડ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી 

જેમા સંસ્થા દ્વારા સંચાલિત પાર્લરમાં તાલીમ વર્ગોના લાભાર્થી બહેનો માટે બ્રાઇડલ મેકઅપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૩૮ જેટલા મહીલા લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વધુમાં સંસ્થા દ્વારા જુદા જુદા સરકારી વિભાગોમાં મહિલા કર્મચારી તરીકે ફરજ બજાવતા બહેનોને સન્માનપત્ર અને સ્મૃતિભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મોરબી એ ડીવીજન પોલીસ કોન્સ્ટેબલ સોનાબેન રાઠોડ કોમલબેન મિયાત્રા પારુલબેન પાટડીયા એસ.પી ઓફિસ મોરબી અને જિલ્લા તિજોરી કચેરીના અજીજાબેન ખોખર અભયમ ૧૮૧ ટીમના ગુલાબબ ગોહિલ રસિલાબેન કુંભાણી આર.ડી.ડી.એસના ધર્મીસ્થાબેન વ્યાસ બાલ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા સહશક્તિના ભારતીબેન રાછ મોનાબેન ત્રિવેદી સહીતનાઓને સન્માનિત કરાયા હતા

આ તકે જિલ્લા રોજગાર કચેરીના ચતુરભાઈ વરાણીયા એડવોકેટ અને સિનિયર પત્રકાર રજાકભાઈ બુખારી દીપ્તિ હેલ્થ સેન્ટરના સિસ્ટર મારીયા સખીસંઘ પ્રમુખ જનવીબેન સહિત સમાજના અનેક આગેવાન મહિલાઓએ હાજરી આપી સંસ્થાઓની મહિલા ઉત્કર્ષની કામગીરીઓને બિરદાવી હતી તેમજ બ્રાઇડલ મેકઅપ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે ઉપસ્થિત હીનાબેન ત્રિવેદી તથા ગીતાબેન કાંજીયા દ્વારા પ્રથમ પાંચ બેસ્ટ ક્રમાંક મેળવનાર સ્પર્ધક બહેનોને ઉપસ્થિત મહેમાનોના વરદહસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા આમ આંતરરાષ્ટ્રીય મહીલા દિવસના યોજાયેલ કાર્યક્રમોમાં તમામ નારી શક્તિને વંદન સાથે તેઓની કામગીરી અને આયોજકોએ ઉઠાવેલી જહેમતનો આભાર વ્યક્ત કર્યો હતો – રિપોર્ટ- અરબાઝ બુખારી- ગોપાલ ઠાકોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: