મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્રારા ૧૨મો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો

સમારોહમા ૧૫૦ વિધાર્થીઓ અને ૧૬ નિવૃધ કર્મચારીઓ સહિત બાળકોને પણ સન્માનિત કરવામા આવ્યા હતા

ગુજરાત – મોરબી – તારીખ ૨૭ ડિસેમ્બર ૨૧

મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે ૧૨મા સરસ્વતી સન્માન સમારોહનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મુખ્યદાતા  સ્વ. શિતલબેન રાહુલભાઈ બાલાસરાના સ્મરણાર્થે  અરવિંદભાઈ ધીરુભાઈ ચાવડાના સહયોગથી ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેના અધ્યક્ષ ચંદુભાઈ હુંબલ અને પ્રભુદાસબાપુના હસ્તે દિપ પ્રાગટય કરી સમોરોહનો શુભ પ્રારંભ કરાવામા આવ્યો હતો

આ કાર્યક્રમમા આહિર સમાજના કર્મચારીઓ સંતો મહંતો અને સમાજના અગ્રણીઓના હસ્તે આહિર સમાજના ૧૫૦ જેટલા વિધાર્થીઓનુ સન્માન સહિત આહીર સમાજના નિવૃધ  ૧૬ જેટલા કર્મચારીઓને પણ સન્માનિત કરાયા હતા તેમજ કલાસ વન- ટુ ની પરિક્ષા પાસ કરનાર માધવીબેનનુ વિશિષ્ટ સન્માન કરવામા આવ્યુ હતુ અને નવોદય વિધાલયના તેજસ્વી ૧૩ ભુલકાઓનુ સન્માન કરી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમા આહીર સમાજ કર્મચારી મંડળના પ્રમુખશ્રી અજયભાઈ ડાંગર મંત્રીશ્રી મયુરભાઈ ગજીયા સહિત આહિર કર્મચારી મંડળની તમામ ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ – અરબાઝ બુખારી- ગોપાલ ઠાકોર

Leave a Reply

Your email address will not be published.

error: