માળીયા મીંયાણાના કોબા વાંઢ વિસ્તારમાં પશુઓ ચરાવવા બાબતે થયેલ ડખ્ખામાં માતા-પુત્રની હત્યાથી ચકચાર

માળીયા મિંયાણા-તા- ૨૮/૯/૨૦૨૨ – મોરબી જીલ્લાના માળિયા મીંયાણા શહેરમા કોબા વાંઢ વિસ્તારમા પશુઓ ચરાવવા બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા આરોપીએ તિક્ષ્ણ હથીયાર વડે કરવામાં આવેલા હુમલામાં માતા અને પુત્ર બેની લોથ ઢળતા મામલો ડબલ મર્ડરમાં પલટાયો હતો હાલ બનાવને પગલે માળીયા મોરબી પોલીસ કાફલો બનાવ સ્થળે અને મોરબી સિવિલે પહોંચ્યો હતો અને બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે

ઉપરોક્ત બનાવની મોરબી સિવિલ હોસ્પીટલે એકત્રીત થયેલ લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા મીંયાણા શહેરના કોઈબા વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૌટુંબિક ભત્રીજો શાહરૂખ મોવર નામના યુવાને તેના જ કૌટુંબીક કાકી ઝરીનાબેન યુસુબભાઇ મોવર (ઉમર ૫૦) અને કાકાના દીકરા ભાઈ હબીબ યુસુબભાઇ મોવર (ઉમર ૨૦) એમ માતા-પુત્ર ઉપર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કર્યો હતો.જેથી કરીને ઝરીનાબેન મોવર અને હબીબ મોવર બંનેના મોત નિપજયા હતા અને બેવડી હત્યાના બનાવમાં માતા-પુત્રના મૃતદેહને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી યુવાન હબીબભાઇના મૃતદેહને પીએમ માટે પુન: માળિયા લઈ ગયા છે જોકે મહિલા ઝરીનાબેનનો મૃતદેહ હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે.ડબલ હત્યાના આ બનાવની માળિયા મીંયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ બેવડી હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું લોકો પાસેથી જાણવા હતુ – રિપોર્ટ બાય – રજાક બુખારી- ગોપાલ ઠાકોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: