ધાંગધ્રા હળવદ ૬૪ વિધાનસભા ભાજપાનો ગઢ ગણાતી બેઠક નબળી પડી..!

ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા આપેલા વચનો લોલીપોપ સાબિત થયા!.મતદારોનો આક્ષેપ

વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીપંચની ટીમ પણ ગુજરાત આવીને સમીક્ષા કરી ગઈ છે ગમે ત્યારે જાહેરનામું બહાર પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો ઉપર રાજકીય ગતિવિધિ જોતા જિલ્લાની સૌથી સુરક્ષિત ગણાતી ધાંગધ્રા હળવદ વિધાનસભા બેઠક ૨૦૨૨ માં જાળવી રાખવાનું ભાજપ માટે મુશ્કેલ બનશે તેવું રાજકીય વર્તુળનું માનવું છે ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા આપેલા મોટા ભાગના વચનો લોલીપોપ સાબીત થયા હોય તેવું મતદારોમાં ચર્ચા રહ્યું છે અને મતદારોમાં રોશની લાગણી જોવા મળી રહી છે જ્યારે બીજી બાજુએ જૂથવાદ પણ હોવાનું મતદારોમાં ચર્ચા રહ્યું છે.

હળવદ પંથકના ઘણા બધા પ્રશ્નો રોડ રસ્તા પાણી લાઈટ જેવા બીજા અનેક સમસ્યાથી આજે પણ લોકો વંચિત છે. એટલું જ નહીં મતદારો સાથે સંપર્ક પણ જાળવેલ નથી..! તેથી મતદારોમાં રોષ અને કચવાટની લાગણી ફેલાયેલી છે આથી ભાજપનો અજયગઢ બની રહેલ ધાંગધ્રા હળવદ વિધાનસભા બેઠક ૨૦૨૨માં ભાજપને જાળવી રાખવા માટે કપરૂ બની જાય અને ચૂંટણીમાં અણધૉયા પરિણામો આવે તો નવાઈ જીવવું નહીં હોય તેમ રાજકીય વર્તુળનું માનવું છે.. હળવદ ધાંગધ્રા વિધાનસભા બેઠક પર જૂથવાદ પર ચરમશીમાએ હોવાથી આ બેઠક પર ભાજપ કોંગ્રેસ કે અન્ય પક્ષ નહીં પરંતુ ભાજપ સામે ભાજપ હોવાનું પણ રાજકીય તજજ્ઞોમાં ચર્ચા રહ્યું છે – રીપોર્ટ બાય – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: