હળવદ: અંતિમ વિદાય યાદ રહેશે. ૧૦૬ વર્ષનું દીઘાયુષ્ય પૂર્ણ કરનાર વૃદ્ધાનું નિધન, પરિવારે ડીજે ના તાલે ગરબા રમી, ફટાકડા ફોડી અંતિમ વિદાય આપી સમાજને અનોખો રાહ ચીંધ્યો

પમુબેને પોતાની અંતિમ યાત્રામાં પરિવારને દુઃખી થવાને બદલે મૃત્યુનો સહર્ષ સ્વીકાર કરીને દુઃખ થવાની જગ્યાએ હંસતા-હંસતા તેને વિદાય આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જીવનનું અંતિમ સત્ય એટલે મૃત્ય. માણસને હંમેશા જ એક વાતથી ડર હોય છે કે તેની જીવનલીલા ક્યારે સંકેલાય જશે. પરંતુ જે વ્યક્તિ મૃત્યુનો પણ સહર્ષ સ્વીકાર કરે તેને તો ભગવાન પણ સ્વીકાર કરે છે ત્યારે આવો એક કિસ્સો હળવદ માં જોવા મળ્યો છે. જ્યાં પરિવારના મોભી એવા ૧૦૬ વર્ષનું દીઘાયુષ્ય પૂર્ણ કરનાર વૃદ્ધાનું અવસાન થયું ત્યારે પરિવાર શોકમાં ગરકવા થયા વિના સમાજને મોતનો મલાજો કેમ જાળવવો તેનો સંદેશ આપતા હોય તેમ ડીજે ના તાલે ગરબા રમી ફટાકડા ફોડી પરિવારના આધારસ્તંભને અંતિમ વિદાય આપી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા સોભાસણા પરિવારના મોભી ૧૦૬ વર્ષીય પમુબેન બાવનજીભાઈ સોભાસણાની વહેલી સવારે અવસાન થયું હતું. એ સમયે પરિવારમાં રડમસ બનીને દુઃખના સાગરમાં ડૂબ્યા વિના DJના તાલે દાંડિયા રાસ રમીને તથા ફટાકડા ફોડીને પમુબેનને અંતિમ વિદાય આપી હતી. એવું પણ‌ જાણવાં મળ્યું હતું કે પમુબેને પોતાની અંતિમ યાત્રામાં પરિવારને દુઃખી થવાને બદલે મૃત્યુનો સહર્ષ સ્વીકાર કરીને દુઃખ થવાની જગ્યાએ હંસતા-હંસતા તેને વિદાય આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે પરિવારજનોએ પણ તેમને વાજતે-ગાજતે વિદાય આપી હતી. ત્યારે લોકોએ પણ આ દ્રશ્યોને નિહાળીને સાનંદાશ્ચર્યની લાગણી અનુભવી રહ્યા હતા – રીપોર્ટ બાય – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: