હળવદ જાનીફળી ગરબી મંડળ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે ભંડારો યોજાયો

જાની ફળી ગરબી મંડળ દ્વારા ભંડારા ની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી

હળવદ જાનીફળી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ માં વર્ષોઓ પરંપરાગત યોજતા સમૂહ ભંડારાનું સમસ્ત માઈ ભક્તો દ્વારા ભાઈચારો બની રહે તેવા શુભ આશય સાથે સમૂહમાં ભોજન(ભંડારો) પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું‌

જાની ફળી ગરબી મંડળ દ્વારા પરંપરાગત રીતે દરવર્ષની જેમ આ વર્ષે પણ માઈ ભક્તો દ્વારા નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જાનફળી ના માઈ ભક્તો અંબાજી ના ચોકમાં ગરબી મુકી ગરબા ના રંગે રમે છે.છે. દશેરાના દીવસે સમૂહમાં મહા પ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હળવદના પ્રખ્યાત લાડુ દાળ ભાત શાક વાલ સમુહમાં (ભંડારાનું) પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જાનીફળી શેરીના તમામ પરિવારજનો ભંડારામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભંડારાની રસોઈ પ્રખ્યાત રસોયા મધુભાઈ ઠાકરે બનાવી હતી. સમગ્ર ભંડારાને સફળ બનાવવા અજયભાઈ રાવલ, ટીનાભાઇ ઠાકર, પદુભાઇ ઠાકર, અનિલભાઈ રાવલ, ભોલાભાઈ ઠાકર,સહિત જાનીફળી ગરબી મંડળ ના યુવાનો અને સ્થાનિક આગેવાનો સહિત યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી. ભંડારાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી હતી – રીપોર્ટ બાય -મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: