ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માં ચાલી રહેલી ગેરરીતિઓ ની તપાસ કરવા કેન્દ્ર ની વકફ કાઉન્સિલ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ, વકફ બોર્ડ માં ફફડાટ

ગુજરાત – મહેસાણા તારીખ – ૧૯/૧૨/૨૦૨૧ રવીવાર

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ અને વકફ સંપત્તિઓ ના વેચાણ સામે  ટ્રસ્ટીઓ દ્રારા કરાયેલ વડાપ્રધાન શ્રી ના કાર્યાલય માં ઉચ્ચસ્તરે થયેલી ફરીયાદો ની તપાસ માટે છેલ્લા બે દિવસ થી સેન્ટ્રલ વકફ કાઉન્સિલ દ્વારા ત્રણ સભ્યો ની ટીમ ગુજરાત માં પ્રથમ વાર  આવી પંહોચી હતી, શ્રી હનીફ અલી ની અધ્યક્ષતા માં શ્રીમતી ડો.દરકક્ષન અંદરબી, તેમજ કારી મોહમ્મદ હારુન સહીત ગાંધીનગર આવી પંહોચી હતી, અને વકફ બોર્ડ ના ચેરમેન સજ્જાદ હીરા તેમજ અન્ય અધિકારીઓ સાથે તાબડતોબ ઉચ્ચસ્તર ની મીટીંગ કરી તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી, જેના કારણે વકફ બોર્ડ માં ખળભળાટ મચી ગયો હતો, અને ચેરમેન સજ્જાદ હીરા સહીત તમામ અધિકારીઓ ના મોઢા વિલા થઈ ગયા હતા.

આધારભુત વર્તુળો દ્રારા મળતી માહીતી મુજબ છેલ્લા ત્રણ વર્ષ માં ગુજરાત વકફ બોર્ડ માં થયેલ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ની અનેક વિગતો વડાપ્રધાન શ્રી ના કાર્યાલય સુધી પંહોચી હતી અને તેની વિશેષ તપાસ માટે લઘુમતિ મંત્રાલય દ્વારા આ ટીમ ની નિમણૂંક કરાયેલ હતી, આ ટીમ દ્વારા વકફ બોર્ડ ની અનેક ગેરરીતિઓ ની તપાસ કરવા માં આવી છે અને તેનો વિસ્તૃત અહેવાલ વડાપ્રધાન શ્રી ના કાર્યાલય ને મોકલવાનો હોવાથી ભ્રષ્ટાચાર ના અનેક કેસો ખુલવાની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે,

આ ટીમ ને રજૂઆત કરવા માટે ગુજરાત ના અનેક જીલ્લાઓ માં થી અનેક ટ્રસ્ટીઓ પંહોચી ગયા હતા, અને વકફ બોર્ડ ની કામગીરી સામે ઉગ્ર રજૂઆતો કરેલ હતી, વિવિધ જીલ્લાઓ માં કરાયેલા ભ્રષ્ટાચાર ના અનેક કેસો ની રજૂઆત થતા ટીમ ના સભ્યો ચોંકી ગયા હતા અને તમામ ટ્રસ્ટીઓ ને યોગ્ય તપાસ કરવા ખાતરી આપી હતી. અહેવાલ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: