વડનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત IKDRC અમદાવાદ સંચાલિત અત્યાધુનિક 31- ડાયાલિસિસ કેન્દ્રોનું ઈ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત સરકારના મંત્રી શ્રી રૂષિકેશ પટેલ ૧૦-૩૦કલાકે આવી પહોંચ્યા હતા ઓફિસ ખાતે ગીરીશભાઈ પટેલ અને ટ્રસ્ટી અરવિંદભાઈ પટેલ ( પારૂલ ગેસ) સહિત રાજુભાઈ મોદી અને મહેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઇ પટેલ સહિત આગેવાનો સાથે જોડાયાં હતાં

હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે મંત્રી શ્રી રૂષિકેશ પટેલ ની સાથે વડનગર સામાજીક કાર્યકર સોમાભાઇ મોદી ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત ઉંઝા એપી એમ સી ચેરમેન દિનેશભાઈ પટેલ નું સન્માન અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું મંત્રી શ્રી રૂષિકેશ પટેલ અને ચેરમેન દિનેશ પટેલ એ પિતાંબર પહેરી ને પુજા અર્ચના કરી હતી ત્યારબાદ પત્રકારો સમક્ષ ધન્યતા વણૅવી હતી ત્યાંથી સીવીલ હોસ્પિટલમાં ગયાં હતાં

વડનગર માં શિવરાત્રીના દિવસે ગુજરાત સરકાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં વડનગર સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કેન્દ્રોની ખુલ્લા મુકવામાં આવ્યા તેમજ આરોગ્ય મંત્રી વડનગર પ્રખ્યાત હાડકેશ્વર મહાદેવની પૂજા કરી સિવિલ ખાતે ડાયાલિસિસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડનગર સીવીલ ખાતે ડીન ડૉ જોષી અને સુપરીટેનડ મુકેશ દિનટરે આવકાયૉ હતા વડનગર સીવીલ માં પાંચમા માળે નવીન ડાયાલિસિસ સેન્ટર ની રીબીન કાપી ને ખુલ્લી મૂકી હતી અને દર્દી ઓનાં ખબર અંતર પુછી માહિતી મેળવી હતી ત્યારબાદ વડનગર ટાઉનહૉલ ખાતે રાજ્ય સભા સાસદ જુગલજી ઠાકોર સહિત સોમાભાઈ મોદી વડનગર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન વ્યાસ અને ઉપ પ્રમુખ કાનાજી ઠાકોર ચેરમેન ઘેમરજી ઠાકોર મહેશભાઈ પટેલ પ્રમુખ પરેશભાઇ પટેલ એ દીપ પ્રાગટ્ય કરી ખૂલ્લું મુક્યો હતો ત્યાં સીવીલ હોસ્પિટલ અધિકારી અને ડૉક્ટરો એ સન્માન કર્યું હતું મંત્રી શ્રી રૂષિકેશ પટેલ એ ઈ લોકાર્પણ કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું તેમજ દેવગઢ બારીયા અને ગોત્રી થી ઓનલાઈન ડાયાલિસિસ સેવા લીધેલ દર્દીઓ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સીધો સવાંદ કર્યો તેમની તબિયત ના સમાચાર પૂછ્યા અને કેવી સગવડો મળે છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ સરકાર ના વખાણ કર્યા હતા

આ લોકાર્પણ કાર્યક્રમ માં ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી, જુગલજી ઠાકોર સાંસદ રાજ્યસભા, અજમેલજી ઠાકોર ધારાસભ્ય ખેરાલુ, ડૉ ઓમ પ્રકાશ જિલ્લા વિકાસ અધિકારી, પ્રહલાદ ભાઈ પરમાર પ્રમુખ જિલ્લા પંચાયત, સોમાભાઈ મોદી સામાજિક કાર્યકર, ડૉ એચ. કે. ભાવસાર અધિક નિયામક ,ડૉ બિપિન નાયક સી. ઈ. ઓ GMERS સોસાયટી અમદાવાદ , ડૉ મુકેશ દિનકર વડનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક તેમજ વડનગર સ્થાનિક કાર્યકરો અને લોકો હાજર રહ્યા હતા

વધુમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આજુબાજુ ના વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ તમામ લોકો આ ડાયાલિસિસ સેવાનો લાભ લે અને ગુજરાત માં ૯૨ જેટલા ડાયાલિસિસ કેન્દ્રો નવા ૩૧ ઉમેરતા થયા છે તેમજ હાડકેશ્વર મહાદેવ ના દર્શન કરી શિવરાત્રી નો મહિમા સમજાવ્યો આરોગ્ય લક્ષી અનેક સેવાઓ ગુજરાત સરકાર ચલાવી રહી છે
જેમાં ગુજરાત ના મોટી સંખ્યામાં લોકો માં કાર્ડ અને આયુષમાન કાર્ડ ,વન ગુજરાત વન ડાયાલિસિસ, ૨૮૦૦ જેટલી સારવાર આ કાર્ડમાં મળતી થઈ છે.યુક્રેન માં ચાલતી કટોકટી ની પરિસ્થિતિ માં આપણા બાળકોને કઈ રીતે લાવવા તે વિશે સરકાર સતત વિચારી રહી છે અને દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજબને તેવું સ્વપ્નું છે જે પૂરું કરવા મોદી સાહેબના માર્ગદર્શન નીચે પ્રયત્ન ચાલી રહ્યા છે

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જે જે પટેલ સહિતમામલતદાર રોહિત અઘારા સહિત ચીફ ઓફિસર મનોજ સોલંકી અને ડૉક્ટરો એ સુંદર વ્યવસ્થા કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનકર અને કલાકાર જયેશ બારોટ એ કર્યું હતું વડનગર પી આઇ સી એમ પટેલ અને પી એસ આઇ દેશાઇ પોલિશ સ્ટાફ એ બંદોબસ્ત ગોઠવી દીધો હતો – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ