ગુજરાત રાજ્ય માં આજે ભાજપના કાર્યાલય પર પક્ષમાં જોડાવાની ધુમ મૌસમ જામી જેમાં કોંગ્રેસના પ્રદેશ પરવકતા જયરાજસિંહ પરમાર સાથે ઘણા લોકો એ ભાજપનો ભગવો ધારણ કરી પક્ષ પલ્ટો કરી પ્રવેશ મેળવ્યો

સ્વાગતમ્ સ્વાગતમ્ ગુજરાત સહિત ૨૨/૨ મહેસાણા શ્રિકમલમ ખાતે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ આદરણીય શ્રી જશુભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મહામંત્રી શ્રી જે એફ. ચૌધરી ,૨૦ ખેરાલુ ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભીખાભાઈ ચાચરીયા,પ્રભારી શ્રી જે એમ.ચૌહાણ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિ ડી.દેસાઈ,નગરપાલિકા પ્રમુખ શ્રી હેમંતભાઈ શુક્લા, આ સર્વે મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ખેરાલુ શહેર કોંગ્રેસ ના પીઢ આગેવાનો એ કેસરીયો ખેસ ધારણ કર્યો. ખેરાલુ શહેરમાં થી પણ કાર્ય કરતા ઓ જોડાયાં ભાજપમાં (૧) શ્રી સી ડી.દેસાઈ પૂર્વ પ્રમુખ ખેરાલુ નગરપાલિકા (૨) શ્રી દલજીભાઈ મોતીભાઈ ચૌધરી પૂર્વ નગરસેવક (૩) શ્રી રીકવેશ દેસાઈ (૪) શ્રી પ્રકાશભાઈ ખેમચંદભાઈ ઓઝા (૫) શ્રી નવીનચંદ્ર હિંમતલાલ પરમાર રીટાયર્ડ TDO (૬) શ્રી કેશુભાઈ ગેમરભાઈ ચૌધરી (૭) શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ (૮) શ્રી કેતુલભાઈ દેસાઈ (૯) શ્રી રમેશભાઈ પ્રેમજીભાઈ પટેલ (૧૦) શ્રી કેવલભાઈ ચૌધરી (૧૧) શ્રી દીપકુમાર દેસાઈ (૧૨) શ્રી ગલુભાઈ ગોડદભાઈ દેસાઈ
ખેરાલુ તાલુકા અને શહેર માંથી દરરોજ ઘણાબધા લોકો હઃલ ભાજપમાં જોડાયા નો આનંદ વ્યક્ત કરી ને પક્ષના કામે લાગ્યા છે તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઇ ચૌધરી એ જયરાજસિંહ પરમાર ના ભાજપા માં આગમનને વધાવી ને રાજપૂત સમાજ નિ અગાઉ ભાજપમાં સ્વ ચંદનસિહ રાજપૂત વકીલ હતા હવે જયરાજસિંહ પરમાર એ કોંગ્રેસને રામ રામ કરી ને ભાજપ નો કેશ ધારણ કર્યો છે જે અમારી મજબૂતાઇ વધશે

શહેર ભાજપ પ્રમુખ વી ડી દેશાઇ એ જણાવ્યું કે ટુંક સમયમાં જ. હજુ ઘણા મિત્રો ભાજપ મા જોડાશે કારણ અમારા પક્ષ ની સરકાર નિર્વિવાદ વિકાસ ના કામો કરે છૈ. આને શહેરમાં થી કોંગ્રેસ ના પુવૅ પ્રમુખ ના કાકા સી ડી દેશાઇ સહિત ઘણાબધા એ મહેસાણા ખાતે કેશ ધારણ કર્યો નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ એ પણ જયરાજસિંહ પરમાર ને ભાજપમાં આવકારી ભાજપા પાર્ટીના નિતિ નિયમો અને શિસ્ત સાથે ની ઉમદા કામગીરી જ ખુબ ઉચા લેવલે કામ કરવા શિખવે છે મહામંત્રી વિનાયક પંડ્યા એ પણ ભાજપા ની પક્ષ દ્વારા થતા કામો અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અમે નાના મોટા તમામને પક્ષ સહકાર ની ભાવના સાથે કામ કરેછે
ખેરાલુ તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ વિનુભાઇ ચૌધરી એ જયરાજસિંહ પરમાર ના કોંગ્રેસ છોડી જવા બદલ દુખ વ્યક્ત કર્યું પણ પક્ષ મહાન છે વ્યક્તિ નહીં કહી તેમના જતા રહેવાથી કોઈ ફરક નહી પડે તેમ કહ્યું કોંગ્રેસે જયરાજસિંહ પરમાર ને બધા હોદા અને મહત્વ આપ્યું છતાં કેમ ગયાં તે ન સમજાયું કહ્યું ઓબીસી મહેસાણા જિલ્લા કોંગ્રેસના અગ્રણી વિજય દેશાઇએ પણ જયરાજસિંહ પરમાર એ ભાજપ જોઈન્ટ કર્યું તેને કોઈ મજબુરી ગણાવી અને કોઈ ફરક પડતો નથી તેમ કહ્યું શહેર માંથી જે મિત્રો તથા સંબંધી એ આજે ભાજપ મા જોડાયાં તે અગાઉ એનસીપી સાથે હતા તેમને ભાજપમાં જોડાયા તો મુબારક બાંધી આપી હતી કોંગ્રેસ ને કોઈ નુકશાન નથી મુકેશ દેસાઈ એ કોઈ પણ પ્રતિક્રિયા આપી નહોતી અને મૌન સેવ્યું હતું – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ