સુંઢીયા ગામમાં જર્જરિત પાણીની ટાંકી  ઉપરથી પડી જતા ગામમાં પીવાના પાણીનું મોટું સંકટ

૧૯૯૪માં સુંઢીયા ગામે  તાત્કાલિન મુખ્યમંત્રીશ્રી ચીમનભાઈ પટેલના વરદ હસ્તે ૪,૦૦,૦૦૦ (ચાર લાખ લિટર) પાણીની ક્ષમતા ધરાવતી ૧૮મીટર ઊંચાઈ વાળી ટાંકીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ટાંકીથી સુંઢીયા ગામની આશરે  ૧૫,૦૦૦ (પંદર હજાર) વસ્તીને અને ગામથી ત્રણ કિમી ત્રિજ્યામાં આવેલ ૧૨ કરતા વધારે પરા વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચી રહ્યો હતો.

તા. ૨૦/૦૨/૨૦૨૨ના રોજ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી તેના ઉપરનો ટોપ નો ભાગ એકદમ ધડાકાભેર  તૂટી ગયેલ છે.જ્યાં માણસનું ચડવું જોખમી હતું તેવી પરિસ્થિતિમાં  ડ્રોન દ્વારા સર્વે કરવામા આવેલ છે ડ્રોન સર્વે દ્વારા માલૂમ પડ્યું કે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે ફરીથી તેમાં પાણી ભરી શકાય તેમ નથી. ટાંકી તૂટી જવાથી તે માં બાકી બચેલા પાણીનો  નિકાલ કરી દીધેલ છે . ટાંકીનો  ઉપરનો ભાગ તૂટી ગયેલ છે અને ટાંકી હાલ ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિમાં છે.

સુંઢીયા ગામના આગેવાન અને પૂર્વ જીલ્લા પ્રમુખ મહેસાણા  કેશુભાઈ એમ. પટેલે પાણી પુરવઠા બોર્ડ વડનગરને તાત્કાલિક જાણ કરતા અધિકારીશ્રીઓ, જીલ્લા પંચાયત સદસ્ય પ્રો.ભાવિષાબેન પ્રદિપભાઈ પટેલ, તલાટી શ્રી સોનલબેન, સુંઢીયા ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્ય શૈલેશભાઈ રામી અને એસ.આર. ઠાકોર તથા ‌ કુંવરજી સરદારજી તથા અન્ય પંચાયતના સભ્યોએ મળી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાણીની ટાંકીની મુલાકાત કરી તેમજ અધિકારીઓને  પાણીની ટાંકી માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા માટેની રજૂઆત કરી હતી. રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: