મહેસાણા જિલ્લા ના ગઢવાડા પંથકમાં આવેલ ધરોઈ ડેમમાં પાણી ની વાસ્તવિક સ્થિતિ

મહેસાણા જિલ્લા ના ૭૯૦ ગામડા અને ૧૨ જેટલી નગરપાલિકા સહિત સીટી માં અપાય છે પાણી ધરોઈ ડેમમાં પાણીની સપાટી ઘટી હોવાના સમાચાર થી લોકો હતા મુંજવણમાં ધરોઈ ડેમમાં ગત ચોમાસામાં પડેલ ઓછા વરસાદને કારણે ૬૨૨ ફુટ પૈકી ૬૨૦ ફુટ થી ઓછીસપાટી પાણી ભરાયું હતું ધરોઈ ડેમમાં પાણીની સ્થિતિ અંગે ઈજનેર ડી ઈ સૂમિત પટેલ એ ટેલીફોનીક માહિતી આપી કહ્યું ચોમાસા સુધી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે

ધરોઈ ડેમમાં પાણીની વાતચીતમાં નાયબ ઈજનેર હરપાલસિંહ એ વિગતો આપી એ મુજબ ૭૯૦ગામડા અને પરા સહિત ૧૨સીટી અને નગરપાલિકામાં પીવાનુ પાણી ચોક્કસ ચોમાસા સુધી પહોંચાડવામાં આવશે હાલ ડેમમાથિ જમણા કાંઠાની કેનાલ દ્વારા ખેડુતોને સિંચાઇ નું પાણી અપાયુ અને હાલ માત્ર ૩૦૦કયુશેક પાણી ડાબા કાંઠા ની નહેર દ્વારા સિંચાઇ નું પાણી અપાય છે બે દિવસ માં ત્યાં પણ પુણૅ થશે પીવાના પાણીની વ્યવસ્થા હોઈ લોકો ચિતા ન કરે ધરોઈ પાણી આધારિત પીવાના પાણીની સુવિધા પાણી પુરવઠા બોર્ડ દ્વારા નિયમિત પાણી આપવા તંત્ર સજ્જ હોવાનું પણ જાણવા મળ્યું. રીપોર્ટ – ફારુક મેમણ ખેરાલુ