ખેરાલુ શહેરમાં રહેતા અને વ્યવસાયિક શિક્ષક એવા સ્વ ચંદ્રકાંત ભાઈ સાધુ નું થયું અવસાન 

ખેરાલુ લીમબચમાતા ની વાડીમાં સ્વ ચંદ્રકાંત ભાઈ સાધુ ની શોકસભા બેસણું તેમના પરિવાર જનો દ્વારા રાખવામાં આવ્યું હતું ખેરાલુ ખાતે રવિવારે સવારથીજ તેમના બંન્ને પુત્રો એક બીએસ એન એલ અમદાવાદ માં ફરજ બજાવતા હિમાંશુ સાધુ અને અમદાવાદ માં ડૉ નેહલ સાધુ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા

ખેરાલુ ખાતે હાઇસ્કૂલ ના પ્રથમ વિધાથી એવા સ્વ ચંદ્રકાંત ભાઈ સાધુ ભણી ગણીને ફરી વતન નું રૂણ અદા કરવા ખેરાલુ હાઈસ્કૂલ માં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવી અને પ્રિન્સીપાલ તરીકે પણ સેવા કરી નિવૃત થયા હતા અને નિવૃત થયા બાદ પણ એક સારા લેખક અને. ધાર્મિક વિષયો પર પણ ખુબ ઊંડું પ્રભૂત્વ ધરાવતા એકદમ  સાદગી પૂર્ણ જીવન જીવી બીજાને ચાલશે ગમશે અને ફાવશે તે વાક્ય ને સાથૅક કરી અનેક પુસ્તકો લખી લોકોને યાદગીરી રૂપે આપી તેઓએ આ દુનિયા છોડી દીધી જોકે તેમના પત્ની મધુબેન સાધુ પણ તેમની પ્રગતિ માં ખુબ સાથે રહી સેવા કરવામાં અગ્રીમ રહયા હતા હાલ પરિવાર ને ખુબ ઊંચાઇ પર રાખીને તેવોએ વિદાય લીધી

આજે તેમના ભુતપૂર્વ વિધાર્થીઓ પૈકી ડૉ કેશુભાઈ દેશાઇ આને  ડૉ હરી દેશાઇ પત્રકાર જેવા અનેક વિધાર્થીઓ ને શિક્ષણ થકી જ્ઞાન પિરશયુ જેથી અનેકવિધ વિભાગ માં  પ્રવૃત્તિઓ સાથે લોકો કમાણી કરી રહ્યા છે જે આજે યાદનીય છે ખેરાલુ ની આજની પ્રાથના સભા માં પોતાના જીવનમાં પરિવર્તન લાવનાર  મુખ્ય શિક્ષક એવા સ્વ ચંદ્રકાંત ભાઈ સાધુ ની જીવનસફર ને યાદ કરી પ્રવચન થકી રજુ કરતા જોવા મળ્યા હતા જેમાં કનુભાઈ વિઠોડા શિક્ષક હેમરાજ ભાઇ ચૌધરી એસ એસ ઓઝા જેવા અનેક લોકો એ યાદ કરી આંખમાં આશુ સાથે રજૂ કર્યા

આજના આ કાર્યક્રમમાં ડૉ હષૅદભાઇ વૈધ સહિત અનેક આગેવાનો ડૉક્ટર મિત્રો સહિત શિક્ષક ગણ પત્રકારો સહિત આગેવાનો હાજર રહ્યી ને ષ્ટ શ્રધ્ધાંજલિ અર્પી હતી ઓનલાઇન ટીવી ન્યૂઝ એમ ડી ફારૂક મેમણ અને ચેનલ હેડ સુરેશ ઠાકોર અને પરિવાર એ પણ શ્રધ્ધાંજલિ આપી હતી હિમાંશુભાઇ સાધુ અને ડૉ નેહલ સાધુ અને પરિવારના સભ્યો એ આજે સમયની અનુકૂળતા એ આવી અમારા પુજ્ય પિતાજી  સ્વ ચંદ્રકાંતભાઈ સાધુ ની કારયૅશૈલી ને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી તે બદલ પણ  સૌનો આભાર માન્યો હતો – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: