સતલાસણા તાલુકાના હડોલથી ચાડપ નો નવીન બ્રીજ ને ઈ લોકાર્પણ કરી  ખુલ્લો મુકતા મંત્રી શ્રી પુણેશભાઇ મોદી

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના ચાંડપ અને હડોલ ગામોને જોડતા બ્રિજનું ઈ લોકાર્પણ કાર્યક્રમમા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને ઈડર ધારાસભ્ય હિતુ કનોડિયા રહ્યા ખાસ ઉપસ્થિત સતલાસણા પી કે એમ કોઠારી હાઇસ્કૂલ માં આર એન બી માગૅ આને મકાન વિભાગના અધિકારીઓ અને ટીમ દ્વારા મહેમાનો નું શાબ્દિક અને ફુલહાર થી સ્વાગત કર્યું હતું

સાબરકાંઠા જિલ્લાના અને મહેસાણા જિલ્લાના બન્ને જિલ્લાની વચ્ચે આવેલ સાબરમતી નદીમાંથી લોકોને પસાર થવું મુશ્કેલ બનતું હતું. ત્યારે છેલ્લા કેટલાય સમયથી ઈડર તાલુકાના ચાંડપ ગામના અને સતલાસણા તાલુકાના હડોલ ગામના લોકોને સાબરમતી નદીમાં બ્રિજ બનાવવા માટેની માંગણી કરવામાં આવી હતી જેને લઈ સરકાર દ્વારા લોકોને પડતી અગવડતાના કારણે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા ચાંડપ અને હડોલ ગામની વચ્ચે આવેલ સાબરમતી નદીપર રૂપિયા ૧૫ કરોડના ખર્ચે પુલ તૈયાર કરવામાં આવ્યો છે.

જેનું ઈ લોકાર્પણ સતલાસણા ગામની કે.એમ.કોઠારી હાઉસ્કૂલ ખાતે કાર્યક્રમ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂણેશ મોદીના હસ્તે યોજાયો હતો .આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય અજમલજી ઠાકોર, ઈડર વડાલીના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા અને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો,સરપંચો,માર્ગ મકાન વિભાગ ગાંધીનગર ઈજનેર અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: