ખેરાલુ તાલુકાના ડાલીસણા ડાવોલ અને ડાલીસણા ના ખેડૂતો પાણી મુદે ફરી લડતના મુડમા પાણી બંધ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા કરી માગ

ખેરાલુ તાલુકા મામલતદાર કુમારી કંચન આઇ એસ સહિત પ્રાંત અધિકારી ને આપ્યું આવેદનપત્ર હતુ ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર પાસે ચિમનાબાઇ સરોવર અને વષૅ ગંગા નદી બંન્ને તરફ ના ખેડુતો પાણી ની માંગણી કરતા હતા નમૅદાના નીર સિંચાઇ અને પીવાના પાણી માટે ૧૫૦કયુસેક લાઇન નાની દઉ થી રસુલપુર પંપીંગ સ્ટેશન માં અને કુડા ફિડરથી હાલ અનિયમિત ઓછું અપાય છે તેવું ખેડૂતો એ જણાવ્યું હતુ આ પાઇપ લાઇન માં માત્ર ૩૦ થી ૫૦ ક્યુસેક જ પાણી આવતું હોવાની ખેડૂતો ના આક્ષેપો કર્યા હતા
ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડૂતો નેપાણી બંન્ને તરફના ખેડૂતો ને મળે તે ઉદેશ્યથી ધારાસભ્ય એ ૫૦%પાણી વિતરણ ની સુચના આપી હતી ચિમનાબાઇ સરોવર તરફનું પાણી સંપુર્ણ બંધ થતાં ખેડૂતો વિફર્યા હતા અને પાણી પુરવઠા યોજના હેઠળ ના અધિકારીઓસાથે ચચૉ કરી હતી જેથી ધરોઈ પાણી પુરવઠા અધિકારીએ જેસીબી મશીન મંગાવી પુરી દિધેલ પાણિ ના આવરા ખોલી બંન્ને તરફ પાણી શરૂ કરાવ્યું હતું ધારાસભ્ય અજમલજી ઠાકોર ના સફળ પ્રયત્ન છતાં અથૅ ખોટા કરાતા ખેડૂતો છંછેડાઈ ગયા હતા

ખેરાલુ આવેદનપત્ર આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત માં. પાણી સમિતિના સદસ્ય કિર્તિ ભાઈ ચૌધરી એ માહિતીઆપી ને આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ત્રણ ગામલોકો ત્રણ વર્ષ થી પાણી મેળવવા ચુંટણી બહિષ્કાર કર્યો હોવા છતાં તંત્ર છે ચુપ જો હવે માંગ નહિ સ્વિકારવા માં આવે તો ગાંધીનગર છાવણીખાતે ઉપવાસ પર બેસી ગાધી ચિંધ્યા માર્ગ આંદોલન ની ચિમકી ઉચ્ચારી નરેશભાઈ ચૌધરી અને પ્રહલાદજી ઠાકોરએ ત્રણ ગામો સાથે આગામી ૨૭ગામોના ખેડૂતો જોડાશે અને આંદોલન ઉગ્ર બનાવાશે અને વિધાનસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવા પણ રણનીતિ નક્કી કરાશે તેમ કહ્યું ખેરાલુ પ્રાંત અધિકારી છે જે જે પટેલ ની ગેરહાજરી માં સિરસતે થાય વ્યાસ ને ખેડૂતો એ આવેદનપત્ર આપ્યું હતું – રીપોટર – ફારૂક મેમણ ગુજરાત