મુંદરા મધ્યે મહેશ્વરી સમાજના ૧૫ ભાઈઓ એ પવિત્ર પાવન માઘસ્નાન વ્રત ધારણ કર્યું

અખિલ મહેશ્વરી સમાજ જે બારમતિ પંથના અનુયાયી છે જેઓ સમયાંતરે ધાર્મિક ભાવનાઓ અને પ્રકૃતિ પ્રેમ સાથે માનવ જીવનમાં જીવદયા, કરુણા, પ્રેમ, એકતાસભર ભાઈચારો કેળવાય મનુષ્ય માત્ર ધર્મ પંથની સાચી વિચારધારાઓને વરી પોતાના ધર્માચાર્ય ધરંધુરંધર એવા મહાન જ્ઞાની ઈષ્ટદેવોના જ્ઞાનોપદ્દેશ નો અનુકરણ કરવા સાથે વિવિધ જપ, તપ, વ્રતોનો મહાત્મય સમજી માનવ જીવનને સાર્થક કરવા કઠોર વ્રતો અને તપસ્યાઓ આદરતા હોય છે, ત્યારે હાલ મહેશ સંપ્રદાય બારમતિ પંથના અનુયાયી એવા મહેશ્વરી સમાજના ધામિઁક રીતે ખૂબ જ મહાત્મય ધરાવતા પવિત્ર માઘ સ્નાન વ્રત ૨૦૨૨ દરમ્યાન અત્રે મુંદરા મહેશ્વરી સમાજના કુલ્લ ૧૫ ભાઇઓ એ માઘ સ્નાન વ્રત ધારણ કરેલ છે જેમા સંઘ મુખી તરીકે અરવિંદ કાનજી પાતારીયા તથા કાનજી ધનજી સીજુ, રાજેશ હીરજી સીજુ, વિક્રમ વારોંધ, ધર્મેશ વિષ્ણું સંજોટ, મનિષ રામજી ફફલ, મનોજ હિરજી સીજુ, નરેશ કાનજી સોધમ, શંકર ધનજી સીંચ, હરેશ ખમુ લાખીયા, જીતેશ પચાણ માતંગ, દેવેન્દ્ર રમેશ લાખીયા, વેલજી કાનજી માતંગ, વિજય ધનજી કાગી તથા મનિષ લક્ષ્મણ માતંગ એ ઉપરોક્ત સર્વે મહેશ્વરી સમાજના ભાઈઓ એ પાવન પવિત્ર માઘ સ્નાન વ્રત ધારણ કરેલ છે.

મુંદરા મધ્યે માઘસ્નાની ભાઈઓના હરમઇસર તરીકે ધમઁ ગુરૂ શ્રી લક્ષ્મણ માતંગ દાદા છે, અને એમની સાથે જીવરાજ માતંગ દાદા પણ માઘ સ્નાનીઓને ધમઁજ્ઞાનોપદેશ આપી અથવઁ વેદ આધારીત માતંગ શાસ્ત્રનો મહિમા સમજાવી રહ્યા છે અને માઘસ્નાન વ્રત ધારીઓ સાથે સવેઁ મહેશ્વરી સમાજના લોકોને છત્રીસ ધ્રોક પાલન કરી પોતાને મળેલ માનવ અવતાર(જીવન)ને સફળ કરવાનો શુભ ઉપદેશ આપી રહ્યા છે આ માઘ સ્નાન પાવન વ્રતની શરુઆત પોષ વદ ચોથ તા. ૨૧-૦૧-૨૦૨૨ના થયેલ છે જયારે વ્રતની પૂર્ણાહૂતિ પ.પૂ શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણીના શુભ દિને મહા વદ ચોથ તા. ૨૦-૦૨-૨૦૨૨ ના રોજ મુંદરા ખાતે સરકારશ્રીની કોરોના ગાઈડલાઈન મૂજબ મનાવવામાં આવશે. રીપોર્ટ – ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: