વડનગર ની વસંતપરભા હોસ્પિટલ ની વિશ્રવનિયતા ગુમાવી રહ્યા ના બનાવો  બનતા લોકોમાં ટોક ઓફ ધ ટાઉન

વડનગર વસંતપ્રભા હોસ્પિટલમાં શનિવારે સવારે આંગડી કપાયેલી હાલતમાં સારવાર અર્થે આવેલા એક ઠાકોર મોનાજી પ્રહલાદજી ના ત્રણ વર્ષના બાળકને ત્રણ કલાક સુધી સારવાર ન મળતાં કફોડી હાલતમાં મુકાઈ ગયો હતો. હોસ્પિટલ માં વારંવાર રજૂઆતો કરવા છતાં હોસ્પિટલનો સ્ટાફ પણ તબીબને ફોન કરવાની હિંમત ન કરી શક્યો  હોસ્પિટલ માં છેવટે ૧૧ વાગ્યા પછી તબીબ આવ્યા બાદ આ બાળકને સારવાર મળી હતી.હોસ્પિટલમા સારવાર માટે વાલીઓ પણ આજીજી કરતા રહ્યા.

વડનગરના વડબાર ખાતે રહેતા મોનાજી ના ત્રણ વરસના દીકરા રિયાંસનો શનિવારે મશીનમાં  હાથ આવી જતાં તેની એક આંગડી કપાઈ જતાં તેને સારવાર અર્થે વસંત પ્રભાહોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં કેસ કઢાવી ઈમરજન્સીમાં લઈ જવાયો હતો. પણ ઓથોપેડીક તબીબ ન હોવાના કારણે બાળક ત્રણ કલાક સુધી રઝળ્યું હતુ.આ મામલે વાલીએ હોસ્પિટલના તબીબો જોડ આજીજી કરવા છતાં પણ કોઈ વ્યક્તિ ઓર્થોપેડીક તબીબને ફોન કરવાની હિંમત ન કરી શક્યું.છેવટે ૧૧.૦૦ વાગ્યા પછી તબીબ આવ્યા બાદ બાળકને તપાસતાં તેને દાખલ કરવાની સલાહ આપી હતી.જ્યાં વાલી બાળકને લઈ ખાટલા માટે પુછપરછ કરી ત્યાં પણ બાળકને ખાટલો ન મળતાં છેવટે વાલીએ હોસ્પિટલ તંત્ર ઉપર બળાપો ઠાલવતાં છેવટે ખાટલો મળ્યા બાદ તેની સારવાર કરાઈ.

હોસ્પિટલ સંચાલક સચાલક સંજયભાઈ એ ફોન પણ રીસીવ ન કરયો હતો તો બીજા સંચાલક ધનજીભાઈ ચૌધરીએ બચાવ કરતા સારવાર મા થોડી વારે લાગ્યા નું કબુલ્યું હતું અને ચાર વાગ્યે રજા આપ્યા નું કહ્યું વડનગર માં આ હોસ્પિટલ માં જો પત્રકારો નું કોઈ ન સાંભળે તો સામાન્ય દર્દીઓની તો શું હાલત થાય તે જોવું જ રહ્યુંરીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: