ખેરાલુ તાલુકા પંચાયત ની જનરલ સભા પ્રમુખ અસ્મિતા બેન જશુભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને મળી

ખેરાલુ તાલુકા પંચાયત હોલમાં મોટાભાગના સદશયો ની હિજરી હોવાનું ઉપપ્રમુખ બાબુજી ઠાકોરે જણાવ્યું હતું ખેરાલુ તાલુકા પંચાયત માં આ મીટીંગ મા ૪૦% ટકા મહિલા સદશયો ની ગેરહાજરી તેમજ તેમના પતિદેવો ની હાજરી સહિત કોંગ્રેસના પ્રમુખ વિનુભાઇ ચૌધરી ની હાજરી સુચક હતી ખેરાલુ તાલુકા પંચાયત ના મહિલા સદશયો ના પતિદેવો એ મીટીંગ પહેલા ટીડીઓ એ એમ પંડ્યા સમક્ષ મીટીંગ માં પતિદેવો ને સદશય હક્કે બેસવા માટે રજુઆત કરી હતી ટીડીઓ એ એમ પંડ્યા એ કોઈપણ ભોગે પોતે રેકડૅ પર મહિલા સદશયો ના પતિ ની સહી ચલાવશે નહીં હું ન ગમુ તો બદલી કરાવી દેવાની ધમકી આપી હતી

બાબુજી ઠાકોર ઉપપ્રમુખ સહિત ભાજપના પુવૅ મહામંત્રી વિનાયક પંડ્યા કોંગ્રેસના પ્રમુખ વિનુભાઇ ચૌધરી સહિત કારોબારી ચેરમેન સેધાજી ઠાકોર પ્રમુખ પતિ જશુભાઈ ચૌધરી કોંગ્રેસના અને ભાજપના ડેલીગેટો એ સામુહિક ટીડીઓ ચેમ્બર માં બેઠક કરી હતી તાલુકા પંચાયત માં મીટીંગ સ્થળે પહોચેલા પત્રકાર ફારૂક મેમણ સમક્ષ સબ સલામત ની કેસેટ બધાએ એક સુર વગાડી હતી પણ કેટલાક એ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અંદર ખાને ઉકળતો ચરૂ છે
ખેરાલુ તાલુકા પંચાયત ના મહિલા સદશય ડભોડા ના ભુપતજી ઠાકોર ના પત્ની એ આપેલ રાજીનામા બાબતે શું કરવું તે બાબત નાયબ ટીડીઓ મનુભાઈ રાવલ એ મુકતા જ સન્નાટો છવાયો હતો ઉપપ્રમુખ બાબુજી ઠાકોરે બાજી સંભાળતા તેમને એકવખત ફરી સાંભળી નિણૅય આવતી મીટીંગ માં કરીશું તેમ કહ્યું હતું કોંગ્રેસના ના ડેલીગેટ રણજીતસિંહ એ બાળકોના હિત માટે ના કામો બાબતે રજૂઆત કરતાં બધાએ સહમતી આપી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટીડીઓ એ એમ પંડ્યા અને નાયબ ટીડીઓ મનુભાઈ રાવલ એ કર્યું હતું તાલુકા પંચાયત ના તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા નાસ્તો કરી ને બધા છુટા પડ્યા હતા – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ